અમદાવાદ,
પેટ્રોલ ડિઝલના ભાવ વધારાને લઈને કોંગ્રેસ દ્વારા બંધનું એલાન કરાતા કેટલાક દુકાન માલિકોએ સ્વયંભૂ બંધ પાળી બંધને સમર્થન આપ્યું હતુ. તો બીજી બાજુ કોંગ્રેસની યુવા પાંખ પણ બંધના સમર્થન માટે સીજી રોડ પરના મ્યુનિસિપલ માર્કેટમાં બંધ પળાવવા પહોંચી હતી.
કોંગ્રેસના યુવા કાર્યકરો દ્વારા દુકાન માલિકોને સમજાવટથી બંધને સમર્થન આપ્યા અપીલ કરી હતી. પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારાને કારણે લોકોનો પણ સારો પ્રતિસાદ જોવા મળ્યો હતો.
