હૈદરાબાદમાં વેટરનરી ડૉક્ટર પર ગેંગરેપ બાદ હત્યાની ઘટનાએ દેશભરનાં લોકોને આંચકો આપ્યો છે. આ ઘટનાની ભયાનક બર્બરતા જોઇને લોકો સતત વિરોધ કરી રહ્યા છે, તો બીજી તરફ બોલિવૂડ હસ્તીઓ પણ આ અંગે કડક પ્રતિક્રિયા વ્યક્ત કરી રહ્યા છે, સુપરસ્ટાર સલમાન ખાને ટ્વીટ દ્વારા પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે અને ગુનેગારોને કડક સજાની માંગ કરી છે. .
સલમાન ખાને લખ્યું છે કે, આ માણસનો રાક્ષસી ચહેરો છે. નિર્ભયા પ્રત્યે દુઃખ, ત્રાસ અને હત્યા… આપણે બધાએ આપણી વચ્ચે રહેતા આ શૈતાનો સામે એક થવું જોઈએ, જેથી તેઓ બીજી નિર્દોષ મહિલા સાથે ફરીથી આવો વ્યવહાર ન કરી શકે. બેટી બચાઓ તે માત્ર એક ઝુંબેશ ન હોવી જોઈએ. આ તે સમય છે જ્યારે આવા રાક્ષસોને જાણ હોવી જોઈએ કે આપણે બધા એક સાથે છીએ. તેમની આત્માને શાંતિ મળે.
#JusticeForPriyankaReddy These r the worst kind of shaitans disguised in the human form! The pain, torture n death of innocent women like nirbhaya n Priyanka Reddy should now get us together n put an end to such shaitans who live among us, before any other innocent woman…(1/2)
— Salman Khan (@BeingSalmanKhan) November 30, 2019
ઘટનાનો ઉગ્ર વિરોધ બાદ હવે પોલીસ વહીવટી તંત્ર પણ હરકતમાં આવ્યું છે. સાયબરાબાદ પોલીસ કમિશનર વીસી સજ્જને આ કેસમાં 3 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. જણાવી દઇએ કે મૃતક ડૉક્ટરનાં પરિવારે આરોપ લગાવ્યો હતો કે પોલીસે યોગ્ય સમયે કાર્યવાહી કરી નથી, જેના કારણે તેમની પુત્રીનું મોત થયુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
