દિલ્હી
દેશમાં કેટલીક પેરાસિટામોલ જેવી દવાઓ પર પ્રતિબંધ લાગી શકે છે.માથાનો દુખાવો, શરીરનો દુખાવો, તાવ અને શરદી જેવી બીમારીઓમાં વપરાતી પેરાસિટોમોલ દવાઓ પર પ્રતિબંધ લગાવવા સરકારે નિર્ણય કર્યો છે. સૂત્રોના કહેવા પ્રમાણે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા 6 હજારથી વધુ દવાઓ પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
દવાઓ બનાવનારી કંપનીઓએ 328 જેટલી દવાઓની આડઅસરનો અભ્યાસ કર્યા નગર જ તેને માર્કેટમાં મુકી હતી.ફિક્સ ડોઝ કોમ્બિનેશનવાળી આ દવાઓનો પુરતો અભ્યાસ કર્યા વગર જ માર્કેટમાં મુકવાને કારણે સ્વાસ્થ્ય મંત્રાલય નારાજ હતું. જો કે હવે આ દવાઓ પર પ્રતિબંધ મુકવાના નિર્ણયને કારણે સન ફાર્મા,સિપ્લા, વોકહાર્ટ અને ફાઇઝર જેવી જાણીતી ફાર્મા કંપનીઓને મોટો ઝટકો લાગી શકે છે. આ પ્રતિબંધથી 3-4 હજાર કરોડ રૂપિયાની દવાઓનાં બિઝનેસ પર અસર પડશે. ફાઇઝર, સિપ્લાએ 6000થી વધુ બ્રાન્ડને ઝટકો લાગી શકે છે. સન ફાર્મા, વોકહાર્ટ જેવી કંપનીઓને પણ ઝટકો લાગ્યો છે.
આપને જણાવી દઇએ કે, સુપ્રીમ કોર્ટનાં આદેશ પર ડીટીએબીએ 328 દવાઓની તપાસ કરી હતી જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પ્રતિબંધની અસર સેરિડોન, એસ-પ્રોક્સિવોન, નિમિલાઇડ ફેન, જિટેપ પી, એમક્લોક્સ, લિનોક્સ એક્સ ટી અને જેથરિન એ એક્સ જેવી દવાઓ પર પડશે.
