અમદાવાદ,
રાજપથ ક્લબમાં સ્વિમિંગ શીખવા આવતી યુવતીઓને કોચે મારમાર્યો હતો. પટ્ટાથી માર મારતો વીડિયો વાયરલ થયો.. આ વીડિયોમાં દેખાય છે તે પ્રમાણે કોચ યુવતીને વારાફરતી પટ્ટા જેવી વસ્તુથી ફટકારી રહ્યો છે. આ બનાવ બન્યો તે સમયે મોટી સંખ્યામાં લોકો પણ ત્યાં હાજર હતાં. જેમાંથી કોઈએ આ વીડિયો ઉતાર્યો હતો..આ સંદર્ભે હજુ સુધી કોઈ ફરિયાદ થઈ નથી
મળતી માહિતી પ્રમાણે, અમદાવાદની રાજપથ ક્લબમાં સ્વિમિંગ શીખવા આવતી યુવતીઓને કોચે તમામ મર્યાદાઓ નેવે મૂકી જાહેરમાં પટ્ટાથી માર મારતો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, બન્ને યુવતીઓ કોચથી ખુબ જ ડરેલી છે.
આ ઘટના વખતે ત્યાં અનેક લોકો હાજર હતા. પરંતુ તમને જણાવી દઈએ કે, આ ઘટનાને લઈને હજી સુધી કોઈ ફરિયાદ થઈ નથી. પરંતુ જે પ્રમાણે દ્રશ્યો દેખાય છે તે ક્લબની ગરીમાને હાની પહોંચાડે તેવા છે..
