Not Set/ ટીમ ઇન્ડિયાની હાર માટે ઈંગ્લેંડનો આ ખેલાડી હતો મુખ્ય કારણ: શાસ્ત્રી

નવી દિલ્હી, ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાયેલી પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં ઈંગ્લેંડે ટીમ ઇન્ડિયાને ૪-૧થી પરાજય આપ્યો હતો. આ સાથે જ યજમાન ટીમે ભારતનું ૧૧ વર્ષ બાદ ફરીથી અંગ્રેજોની ધરતી પર ટેસ્ટ શ્રેણી જીતવાનું સપનું પણ ચકનાચૂર કર્યું હતું. બીજી બાજુ ટીમના પ્રદર્શનને લઇ ભૂતપૂર્વ કેપ્ટનો દ્વારા હેડ કોચ રવિ શાસ્ત્રી પર સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે, ત્યારે […]

Trending Sports

નવી દિલ્હી,

ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાયેલી પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં ઈંગ્લેંડે ટીમ ઇન્ડિયાને ૪-૧થી પરાજય આપ્યો હતો. આ સાથે જ યજમાન ટીમે ભારતનું ૧૧ વર્ષ બાદ ફરીથી અંગ્રેજોની ધરતી પર ટેસ્ટ શ્રેણી જીતવાનું સપનું પણ ચકનાચૂર કર્યું હતું.

બીજી બાજુ ટીમના પ્રદર્શનને લઇ ભૂતપૂર્વ કેપ્ટનો દ્વારા હેડ કોચ રવિ શાસ્ત્રી પર સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે, ત્યારે તેઓએ ઈંગ્લેંડના ઓલરાઉન્ડર સેમ કરનને બંને ટીમો વચ્ચેની જીત અને હારનું મુખ્ય કારણ ગણાવ્યો છે.

sport-team india-lose-series-because of-sam-curran-england-team-ravi-shastri

રવિ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, પાંચ ટેસ્ટ મેચની સિરીઝમાં તેઓ (ભારતીય ટીમ) ઈંગ્લેંડના ખેલાડીઓના સામુહિક પ્રયાસોથી નથી હાર્યા પણ માત્ર ટીમના યુવાન ઓલરાઉન્ડર ખેલાડી સેમ કરનની શાનદાર રમતના કારણે હારનું સંકટ ઉભું થયું હતું”.

sport-team india-lose-series-because of-sam-curran-england-team-ravi-shastri

ઈંગ્લેંડ સામે ૪-૧થી ભારતને મળેલી હાર અંગે તેઓએ જણાવ્યું, “આ સ્કોરથી તેઓની ટીમના કોમ્બિનેશન અંગે ખબર પડતી નથી”.

sport-team india-lose-series-because of-sam-curran-england-team-ravi-shastri

ભારતીય ટીમના કોચે વધુમાં ઉમેર્યું હતું કે, “અમે પૂરી રીતે નાકામ રહ્યા, પરંતુ અમારા દ્વારા કોશિશ કરાઈ છે. અમે જ્યાં જરૂરી હતું ત્યાં શ્રેય આપવો જોઈએ. વિરાટ અને મને શ્રેણીના પ્લેયર ઓફ ધ સિરીઝની પસંદગી માટે કહેવામાં આવ્યું ત્યારે અમે બંનેએ સેમ કરનની પસંદગી કરી હતી. કરને પોતાની રમત દ્વારા ખુબ નુકશાન પહોચાડ્યું છે”.