આણંદ સ્થિત અમુલ ડેરીનો મોગર ગામ પાસે બાલ અમુલના નામે ચોકલેટ પ્લાન્ટ છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત હતો, પરંતુ વૈશ્વિક સ્તરે અમુલની વિવિધ પ્રકારની ચોકલેટની માંગ વધતા અમુલ ડેરી દ્વારા મોગર ચોકલેટ પ્લાનને રીનોવેશન કરી અત્યાધુનિક બનાવવામાં આવ્યો છે જે ચોકલેટ પ્લાન્ટનું ઉદ્ઘાટન આગામી ઓક્ટોબર માસમાં ભારતના પ્રધાનમંત્રીના હસ્તે કરાવવા માટે અમુલ ડેરીના ચેરમેન દ્વારા પીએમઓમાં પત્રવ્યવહાર કરવામાં આવ્યો છે.
અમુલ ડેરીના મોગર પાસે આવેલ ચોકલેટ પ્લાન્ટ જે ફૂડ કોમ્પ્લેક્ષ તરીકે ઓળખાય છે તેના રીનોવેશન ની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે અને નવા બનાવવામાં આવેલ ચોકલેટ પ્લાન્ટનું ટેસ્ટિંગ પણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે ત્યારે મંતવ્ય ન્યુઝની ટિમ સાથેની વાતમાં અમુલ ડેરીના ચેરમેન રામસિંહ પરમારે જણાવ્યું છે કે આગામી એક અઠવાડિયામાં પ્રધાનમંત્રી ઓફિસેથી પ્રધાનમંત્રી કઈ તારીખે આણંદ આવશે તે નક્કી થઇ જશે.
એમણે અમિત શાહને રૂબરૂ મળીને ટપાલ પણ આપી હતી. અધિકારોઓએ પ્લાન્ટની માહિતી માંગી છે અને ટુંક સમયમાં ઉદઘાટન માટેની તારીખ મળી જશે એવું અમુલ ડેરીના ચેરમેન રામસિંહ પરમારે જણાવ્યું હતું.
