Not Set/ અમદાવાદ : હિમાલયા મોલ નજીક લાગી વિકરાળ આગ, લોકોમાં ભાગ-દોડ

અમદાવાદના હિમાલયા મોલ પાસે આવેલા એક ટાવરમાં આગ લાગી હોવાની માહિતી મળી રહી છે. સમાચાર મુજબ ડ્રાઈવ-ઈન રોડ પર આવેલા હિમાલયા મોલની નજીક શ્રીજી કોમ્પ્લેક્સ ના ભોંયરામાં આગ લાગી છે. આગ લાગવાની ખબર મળતા જ ફાયર બ્રિગેડની 3 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ચુકી છે. હાલ, માહિતી મળી રહી છે કે આ આગ ગેસનો બાટલો ફાટવાના કારણે લાગી […]

Top Stories Gujarat

અમદાવાદના હિમાલયા મોલ પાસે આવેલા એક ટાવરમાં આગ લાગી હોવાની માહિતી મળી રહી છે. સમાચાર મુજબ ડ્રાઈવ-ઈન રોડ પર આવેલા હિમાલયા મોલની નજીક શ્રીજી કોમ્પ્લેક્સ ના ભોંયરામાં આગ લાગી છે. આગ લાગવાની ખબર મળતા જ ફાયર બ્રિગેડની 3 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ચુકી છે.

હાલ, માહિતી મળી રહી છે કે આ આગ ગેસનો બાટલો ફાટવાના કારણે લાગી છે. આગ ઉપર કાબુ મેળવવા માટેના પ્રયાસો શરુ કરી દેવામાં આવ્યા છે. વિસ્તારમાં ચારે તરફ ધુમાડાના ગોટેગોટા નજરે ચડી રહ્યા છે. આ લાગવાના પગલે લોકોમાં દોડધામ મચી ગઈ હતી. જોકે, કોઈ જાનહાની થઇ હોવાના સમાચાર નથી.

જણાવી દઈએ કે જે જગ્યા પર આગ લાગી છે, એ જગ્યા પર AMCની મંજૂરી વગર ભોંયરું બનાવવામાં આવ્યું હતું. આગ લાગવા છતાં પણ દુકાનદારે ચાવી આપવાની ના કહી હતી.

મહત્વનું છે કે ટાયરના ગોડાઉનમાં લાગેલી આગ, રહેણાંક વિસ્તારોમાં પણ પ્રસરી ચુકી છે.