Not Set/ ફિલ્મ ‘નમસ્તે ઇગ્લેન્ડ’નું પાર્ટી સોંગ રિલીઝ, જુઓ વીડીયો..

મુંબઈ અર્જુન કપૂર અને પરિણીતી ચોપરાની આવનારી ફિલ્મ ‘નમસ્તે ઇગ્લેન્ડ’નું નવું સોંગ ‘ભરે બાજાર’ રિલીઝ કરવામાં આવ્યુ છે. યુટ્યુબ પર આવ્યા પછી આ ગીતને ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે. માત્ર થોડા જ કલાકની અંદર આ સોંગને 1 લાખ 85 હજારથી પણ વધારે લોકો જોઈ ચુક્યા છે. ભરે બાજાર એક પાર્ટી સોંગ છે જેનું […]

Trending Entertainment Videos

મુંબઈ

અર્જુન કપૂર અને પરિણીતી ચોપરાની આવનારી ફિલ્મ ‘નમસ્તે ઇગ્લેન્ડ’નું નવું સોંગ ‘ભરે બાજાર’ રિલીઝ કરવામાં આવ્યુ છે. યુટ્યુબ પર આવ્યા પછી આ ગીતને ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે. માત્ર થોડા જ કલાકની અંદર આ સોંગને 1 લાખ 85 હજારથી પણ વધારે લોકો જોઈ ચુક્યા છે.

ભરે બાજાર એક પાર્ટી સોંગ છે જેનું મ્યુઝિક રિશી રીચ અને બાદશાહએ તૈયાર કર્યું છે. તો ગીતના બોલ અની અવાજ વિશાલ દદલાની, પાયલ દેવ અને બાદશાહએ આપ્યો છે. યુટ્યુબ પર આ ગીતને સોની મ્યુઝિક ઇન્ડિયાએ લોન્ચ કર્યું છે.

જુઓ વીડીયો..

આપને જણાવી દઈએ કે નમસ્તે ઈંગ્લેંડનું નિર્દેશન વિપુલ શાહ કરી રહ્યા છે. આ ફિલ્મ 19 ઓક્ટોમ્બરના રોજ રિલીઝ કરવામાં આવશે. ફિલ્મની સ્ટોરી પંજાબથી શરુ થઇને ઈંગ્લેંડ સુધી પહોંચી જાય છે.

ફિલ્મની સ્ટોરી પ્યાર, મોહબ્બતના સાથે સાથે મહિલા સશક્તિકરણના આસપાસ ફરી જોવા મળી રહી છે. અર્જુન કપૂર અને પરિણીતી ચોપરા ઓફ સ્ક્રીન કેમિસ્ટ્રી તેમના ચાહકોને ખુબ જ પંસદ છે. પરંતુ હવે જોવાનું એ રહેશે છે આ જોડી ઓન સ્ક્રીન શું કમાલ કરી છે. જણાવીએ કે 6 વર્ષ પહેલા આ જોડી ફિલ્મ ‘ઈશ્કઝાદે’માં જોવા મળી હતી.