Not Set/ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનનાં 200 અરબ ડોલરનાં સામાન પર જાહેર કર્યો ટેરીફ, ટ્રેડ વોર થઇ તેજ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રેડ વોરને તેજ કરતા સોમવારે ચીનથી આયાત થનારા લગભગ 200 અરબ ડોલરના સામાન પર 10 % ટેરીફ લગાવાનું જાહેર કરી દીધું છે. થોડા સમયબાદ આ સામાન પર ટેરીફ વધીને 25 % થઇ જશે. જોકે એપલ વોચ, ફીટ બીટ, બેબી કાર સીટ્સ જેવા કન્ઝ્યુમર પ્રોડકટસને આમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. ટ્રમ્પે ટેરીફ […]

Top Stories World Business

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રેડ વોરને તેજ કરતા સોમવારે ચીનથી આયાત થનારા લગભગ 200 અરબ ડોલરના સામાન પર 10 % ટેરીફ લગાવાનું જાહેર કરી દીધું છે. થોડા સમયબાદ આ સામાન પર ટેરીફ વધીને 25 % થઇ જશે. જોકે એપલ વોચ, ફીટ બીટ, બેબી કાર સીટ્સ જેવા કન્ઝ્યુમર પ્રોડકટસને આમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. ટ્રમ્પે ટેરીફ વોરના પહેલાં ફેસમાં જ ચીનથી આયાત થનારા 50 અરબ ડોલરનાં સામાન પર 25 % ટેરીફ લાગુ કરી દીધું છે.

ટ્રમ્પે પોતાનાં સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે જો ચીન અમેરિકાના ખેડૂતો કે ઉદ્યોગો વિરુદ્ધ જવાબી કાર્યવાહી કરશે તો અમે તાત્કાલિક ત્રીજા ફેસની શરૂઆત કરી દેશું. જે અંતર્ગત લગભગ 267 અરબ ડોલર એટલે કે 19 લાખ 34 હજાર કરોડ રૂપિયાની વસ્તુઓના આયાત પર ટેરીફ લાગુ થશે.

200 અરબ ડોલરનો નવો ટેરીફ પ્લાન 24 સપ્ટેમ્બરથી પ્રભાવિત થશે. 1 જાન્યુઆરી 2019 થી આ સામન પર ટેરીફ વધીને 25 % થઇ જશે. હાલ તો એપલ પ્રોડક્ટસને નવા ટેરીફ પ્લાનમાંથી બહાર રાખવામાં આવ્યા છે.

ચીનનાં સામાન પર ટેરીફ લગાવાનો આ નિર્ણય ત્યારે લેવામાં આવ્યો જયારે દુનિયાની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓનાં વેપાર સાથે જોડાયેલા મતભેદોને સોલ્વ કરવાના પ્રયત્નો નાકામ થયા.