કર્ણાટક પોલીટીક્સમાં ઘણાં ઉતાર ચડાવ આવી રહ્યા છે.ગઠબંધનની સરકાર અસ્થિર છે. બીજેપીને અહી ફાયદો થશે કે નહી એ તો સમય જ નક્કી કરશે. બીજેપી જેડીએસ અને કોંગ્રેસની ગઠબંધનવાળી સરકારને તોડી શકવામાં નિષ્ફળ રહી છે તેમ છતાં ભાજપ હાર માનવા તૈયાર નથી.
ભાજપનાં ઘણાં મોટા નેતાઓ આ અસ્થિરતાને લઈને આશા રાખીને બેઠા છે કારણકે એવી વાત ચાલી રહી છે કે એચડી કુમારસ્વામીના નેતૃત્વવાળી ગઠબંધન સરકાર ઘણી જલ્દી તૂટવાની છે. અમુક કોંગ્રેસ વિધાયકો મતભેદની સ્થિતિમાં અલગ અલગ કારણોને લઈને ચિંતિત છે.
કોંગ્રેસના ઘણાં વિધાયકો જેડીએસ અને કોંગ્રેસ ગઠબંધન સરકારની લિંગાયત વિરોધી અને ઉત્તરી કર્ણાટક વિરોધી ઈમેજને લઈને ચિંતામાં છે. જોકે કુમાર સ્વામીએ બેલગાવી રાજ્યને સેકન્ડ કેપિટલ બનવાની પૂરી કાર્યવાહી કરી લીધી છે પરંતુ એ બધું હજી કાગળ પર જ છે.એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ઘણા બધાં લિંગાયત વિધાનસભા વિસ્તારનાં વિધાયકો બીજેપી નેતાઓનાં સંપર્કમાં છે.
અમુક કોંગી નેતા અને વિધાયક એ વાતથી નારાજ છે કે દેવગૌડા પરિવારના હાથમાં વધુ નીયંત્રણ છે અને એ જ રીતે પીડબલ્યુડી મંત્રી એચડી રેવના પણ અન્ય વિભાગોમાં હસ્તક્ષેપ કરી રહ્યા છે.
આ ઉપરાંત શરૂઆતથી જ કર્ણાટકમાં સરકારનું ગઠબંધન થતા જ જેડીએસ અને કોંગ્રેસમાં મંત્રી પદને લઈને મતભેદ રહ્યા છે. બીજેપી નેતાઓને વિશ્વાસ છે કે બેલગાવીમાં જારકીહોલી બ્રધર્સ અને જળ સંસાધન મંત્રી ડીકે શિવકુમાર વચ્ચે ચાલી રહેલી કોલ્ડવોરથી કોંગ્રેસ તૂટી જશે અને એમનું સરકાર બનાવાનું સપનું પૂરું થઇ જશે. જો આ બધા મતભેદો રહ્યા તો કુમારસ્વામીની સરકાર પડી જશે એવી બીજેપીની માન્યતા છે. બાકી અંતે શું થાય છે એ તો આવતો સમય જ કહેશે.
