જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ 35એ મુદ્દે રાજનીતિક ઘમાસાણ વચ્ચે, નેશનલ કોન્ફરન્સ અને પીડીપી બાદ કોંગ્રેસ પાર્ટીએ પણ 35એ નું સમર્થન કર્યું છે. સુપ્રીમ કોર્ટમાં અટવાયેલા આ મામલે બુધવારે એક મોટું નિવેદન આપતા રાજ્યમાં કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ ગુલામ અહમદ મીરે કહ્યું છે કે જો આગામી સમયમાં કોંગ્રેસ સત્તા પર આવે છે, તો 35એ પર કોઈ પણ પ્રકારની આંચ આવવા દેવામાં આવશે નહિ.

શ્રીનગરમાં મીડિયા સાથે વાત કરતા મીરે કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસ અનુચ્છેદ 35એ ની રક્ષા માટે કામ કરી રહી છે. અને આવતા સમયમાં અમને સત્તા માટે વોટ આપવામાં આવશે, તો અનુચ્છેદ 35એ માં કોઈ ફેરફાર કરવામાં નહિ આવે. જણાવી દઈએ કે કોંગ્રેસે હાલમાં જ 35એ મુદ્દે રાજનીતિક વિરોધને જોતા કેન્દ્રને પંચાયત ચૂંટણી મુદ્દે સ્ટેન્ડ સ્પષ્ટ કરવા માંગ કરી હતી.
કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગુલામ અહમદ મીરે 12 સપ્ટેમ્બરે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે સરકારે જમીની હાલત જોયા વિના પંચાયત ચૂંટણી ની ઘોષણા કરી છે. મીરે કહ્યું છે કે કેન્દ્રએ પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરવું જોઈએ કે શું તેઓ સાચે ચૂંટણી કરાવવા માંગે છે કે ફક્ત નાટક જેવું છે.
