Not Set/ Video : હોંગકોંગમાં સુરતની ડાયમંડ કંપનીના કર્મચારીઓ સાથે થઇ 7,86,000 ડોલરની લૂંટ

હોંગકોંગમાં જ્વેલરી સ્ટોર્સના બે કર્મચારીઓ પાસેથી કેટલાક અજાણ્યા શખ્સોએ રૂ. 5.67 કરોડ લૂંટ કરી હતી. આ ઘટના ત્યાંના સમય મુજબ સવારે 10.30 કલાકની આસપાસ બની હતી. લૂંટારાઓના નિશાન બનેલા સુરતની ડાયમંડ કંપની એચ. કે. ઇમ્પેક્ષ ના કર્મચારીઓ છે. બંને ઇજાગ્રસ્તોને હાલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. નોંધનીય છે કે એચ. કે. ઈમ્પેક્ષ હરીકૃષ્ણ ડાયમંડની સિસ્ટર કંપની છે. મળેલા વીડિયો ફૂટેજ […]

Top Stories World

હોંગકોંગમાં જ્વેલરી સ્ટોર્સના બે કર્મચારીઓ પાસેથી કેટલાક અજાણ્યા શખ્સોએ રૂ. 5.67 કરોડ લૂંટ કરી હતી. આ ઘટના ત્યાંના સમય મુજબ સવારે 10.30 કલાકની આસપાસ બની હતી. લૂંટારાઓના નિશાન બનેલા સુરતની ડાયમંડ કંપની એચ. કે. ઇમ્પેક્ષ ના કર્મચારીઓ છે. બંને ઇજાગ્રસ્તોને હાલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. નોંધનીય છે કે એચ. કે. ઈમ્પેક્ષ હરીકૃષ્ણ ડાયમંડની સિસ્ટર કંપની છે.

મળેલા વીડિયો ફૂટેજ પ્રમાણે જ્વેલરી સ્ટોર્સના કર્મચારીઓ પાસેથી 7,86,000 યુએસ ડોલરની મત્તા સાથેની બેગ ચપ્પુની અણીએ અજાણ્યા વ્યક્તિઓએ જાહેર રોડ ઉપરથી ખૂંચવીને ભાગી છુટયા હતાં. લૂંટની જાણ થતાં જ પોલીસનો કાફલો પહોંચી ગયો હતો. તો ઇજા પામનાર બે ભારતીયોને હોસ્પિટલમાં ખસેડાયા છે. ત્યાંના સ્થાનિક સમાચારપત્રના અહેવાલ પ્રમાણે લીલા અને કાળા રંગની થેલીઓ અજાણ્યાઓ ચપ્પુની અણીએ લૂંટીને ભાગી છુટયા હતા. રોકડા અને કોરા ચેક મળી રૂ. 5.76 કરોડની લૂંટ ચલાવીને કારમાં અજાણ્યાઓ શહેરની બહાર ભાગી ગયા હતાં.

મળેલી માહીતી મુજબ, જે કારમાં લૂંટારાઓ આવ્યા હતા, તે એક  મહિના પહેલા ચોરી કરવામાં આવી હતી. ટોપી અને માસ્કથી અજાણ્યાઓએ ચહેરાઓ ઢાંક્યા હતા. જ્વેલરી સ્ટોરના બે પૈકી 38 વર્ષના એક કર્મચારીને પગમાં ત્રણ ઘા મરાયા છે. તો અન્ય 26 વર્ષના કર્મચારીને પગમાં એક ઘા મરાયો છે. હોંગકોંગ પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. લૂંટની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જે પરથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.