મુંબઈ
આમીર ખાન, અમિતાભ બચ્ચન અને કેટરીના કેફને ચમકાવનારી ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનનો ટ્રેલરનો વિડીયો ૨૭ સપ્ટેમ્બરના રોજ રીલીઝ થશે. કેટરીના કેફે પોતાની એક ઇન્સ્તાગ્રામની સ્ટોરીમાં તેના ફેનને ફિલ્મના ટ્રેલર વિશે પૂછતા જવાબ આપ્યો હતો અને તેને ટ્રેલરની રીલીઝ તારીખ કહી હતી. આ ફિલ્મમાં પ્રથમ વખત અમિતાભ બચ્ચન અને આમીર ખાન પહેલી વખત સાથે કામ કરતા નજરે જોવા મળશે.
Beauty beyond measure, #KatrinaKaif as #Suraiyya is all set to scorch your screens! #ThugsOfHindostan | @yrf | @SrBachchan | @aamir_khan | @fattysanashaikh pic.twitter.com/NnOS8hOfzA
— #ThugsOfHindostan (@TOHTheFilm) September 21, 2018
ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનમાં બિગ બીના લુકને લઈને ઘણી ચર્ચાઓ થઇ રહી છે. અમિતાભના લુકના પણ ઘણા ફોટા સામે આવ્યા છે. ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનમાં અમિતાભ બચ્ચન ખુદાબક્ષના રોલમાં જોવા મળશે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ ૮ નવેમ્બરના રોજ રીલીઝ થવાની છે.
The one & only master of Thugs is here! @SrBachchan as#Khudabaksh. #ThugsOfHindostan | @aamir_khan | #KatrinaKaif | @fattysanashaikh | @yrf | #VijayKrishnaAcharya pic.twitter.com/WiZHf1vMfx
— #ThugsOfHindostan (@TOHTheFilm) September 18, 2018
ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાન ફિલ્મનું નિર્દેશન વિજય કૃષ્ણા આચાર્ય કરી રહ્યા છે. ફિલ્મમાં પ્રથમ વાર આમીર ખાન અને અમિતાભ બચ્ચનની જોડી જોવા મળશે. કેટરીના કેફનો રોલ પણ મહત્વનો રહેશે.

ત્યારબાદ ફાતિમા સના શેખનો ફિલ્મમાં લુક પણ જાહેર કરવામાં આવ્યો.
