મુંબઈ
કૉમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાને ડેંગ્યૂ થઈ ગયો છે. આ કારણે બંનેને કોકિલાબેન ધીરૂભાઈ હૉસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. ગત દિવસોથી બીમાર ભારતી અને હર્ષે બ્લડ ટેસ્ટ કરાવ્યો હતો જેમાં ડેંગ્યૂ હોવાનું સામે આવ્યું હતુ. હવે બંનેને ડૉક્ટરોની નજર હેઠળ રાખવામાં આવ્યા છે.
સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે બંને પતિ-પત્નીને સંપૂર્ણ સ્વસ્થ ના થઈ જાય ત્યાં સુધી હૉસ્પિટલમાં રાખવામાં આવશે. બીમારીથી જોડાયેલા અન્ય ટેસ્ટ પણ કરવામાં આવશે. તાજેતરમાં જ ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયા ‘બીગ બોસ 12’માં સામેલ થશે તેવા સમાચારો આવ્યા હતા. બંને આ શૉનાં ગ્રાન્ડ લૉન્ચ પ્રીમિયરમાં આવ્યા પણ હતા, પરંતુ આ વાત અફવા નીકળી.
તમને જણાવી દઈએ કે ભારતી સિંહ થોડા જ સમયમાં પોતાનો ટોક શો લઈને આવાની છે. આ શો નું નામ ‘ ભારતી કા શો-આના હી પડેગા ‘ હશે. એટલું જ નહી પરંતુ ઋત્વિક ધન્જાનીની સાથે ‘ ઇન્ડીયાઝ ગોટ ટેલેન્ટ’ સીઝન ૮માં પણ હોસ્ટ કરવાની છે.
