કેટરિના કૈફ તાજેતરમાં જ ઈંસ્ટાગ્રામ (Instagram) પર પોતાના પ્રશંસકોના સવાલોના જવાબ આપતા નજરે પડી હતી અને આ અવસરે કેટરિનાએ આ વાતનો ખુલાસો કર્યો હતો કે, “ઠગ્સ ઓફ હિન્દુસ્તાન”ના ટ્રેલરને આમિર ખાનના ઈંસ્ટાગ્રામ પર સૌથી પહેલાં રિલીઝ કરવામાં આવશે.
એક પ્રશંસક દ્વારા પૂછવામાં આવતા કેટરિનાએ જણાવ્યું હતું કે, ટ્રેલરને સૌથી પહેલાં આમિર ખાન દ્વારા તા. 27 સપ્ટેમ્બર, ૨૦૧૮ના રોજ તેમના ઈંસ્ટાગ્રામ પર શેર (પ્રસારિત) કરશે.
ફિલ્મના દરેક લૂકને રિલીઝ કરવા વાળા એક માત્ર વ્યક્તિ હોવાના કારણે આમિર ખાન સમય-સમય પર “ઠગ્સ ઓફ હિન્દુસ્તાન”ની ઝલક દર્શકોની સાથે શેર કરતા રહે છે.
આમિર ખાન ઈંસ્ટાગ્રામ પર પોતાના ડેબ્યૂ થયા પછીથી પ્રશંસકોનું વલણ પોતાની તરફ જાળવી રાખવાનું ખૂબ સારી રીતે જાણે છે.
આમિર ખાનના ચાહકો આ ફિલ્મનું ટ્રેલર જોવા માટે નીચે આપેલા આમિર ખાનના ઈંસ્ટાગ્રામ એડ્રેસ પર જોઈ શકશે.
https://www.instagram.com/_aamirkhan/?hl=en
દંગલ પછી દુનિયાભરના પ્રશંસક હવે “ઠગ્સ ઓફ હિન્દુસ્તાન” જોવા માટે આતુર બન્યા છે. નિર્માતાઓએ ટ્રેલરના રિલીઝ કરવા માટે આમિર ખાનની લોકપ્રિયતાનો ફાયદો ઉઠાવવાનો નિર્ણય કર્યો છે.
“ઠગ્સ ઓફ હિન્દુસ્તાન” ૨૦૧૮ની સૌથી વધુ પ્રતિક્ષિત ફિલ્મો પૈકીની એક માનવામાં આવી રહી છે. આ મહાકાવ્ય નાટકનું ટ્રેલર 27 સપ્ટેમ્બરના રોજ આમિર ખાન દ્વારા તેના ઈંસ્ટાગ્રામ પર રિલીઝ કરવામાં આવશે.
