નવી દિલ્હી,
૨૮ – ૨૯ સપ્ટેમ્બર, ૨૦૧૬ની એ રાત્રિ કે જયારે ભારતીય સેનાના જવાનો દ્વારા કરાયેલું ખાસ ઓપરેશન એટલે કે સર્જિકલ સ્ટ્રાઈક. આ ઓપરેશનને આજે ૨ વર્ષ પૂર્ણ થયા છે. સેનાના જવાનોના આ પરાક્રમને સરકાર દ્વારા એક “પરાક્રમ પર્વ”ના રૂપમાં મનાવવામાં આવી રહ્યું છે.
આ ખાસ ઓપરેશને ૨ વર્ષ પૂર્ણ થવા પર દેશભરમાં કાર્યક્રમોનું આયોજન કરીને જવાનોના આ શૌર્ય અને પરાક્રમથી વીરગાથાઓ બતાવવામાં આવી રહી છે. ત્યારે હવે કેન્દ્રમાં વર્તમાન સત્તારૂઢ પાર્ટી ભાજપ દ્વારા પણ સર્જિકલ સ્ટ્રાઈકનો એક વીડિયો જાહેર કરવામાં આવ્યો છે.
We salute the unmatched valour of our brave soldiers who conducted Surgical Strikes. #ParakramParv pic.twitter.com/KaeqIEJEDH
— BJP (@BJP4India) September 29, 2018
ભાજપ દ્વારા જાહેર કરાયેલા આ વીડિયોમાં સર્જિકલ સ્ટ્રાઈકની કેટલીક તસ્વીરો અસલી બતાવવામાં આવી છે તેમજ વીડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પાકિસ્તાન અંગે એ ભાષણને પણ શામેલ કરવામાં આવ્યા છે, જેમાં તેઓ કટ્ટર દુશ્મન દેશને સખ્ત શબ્દોમાં સંદેશો આપી રહ્યા છે.
ભાજપ દ્વારા ટ્વિટ કરવામાં આવેલા ૧.૨૨ મિનિટના આ વીડિયોમાં સર્જિકલ સ્ટ્રાઈકની કેટલીક તસ્વીરો નીચે “એકચ્યુઅલ ફૂટેજ” તરીકે શામેલ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત ભાજપ દ્વારા પોતાના ટ્વિટર હેન્ડલ પર આ વીડિયો સાથે એક સંદેશો લખવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, સર્જિકલ સ્ટ્રાઈક કરનારા બહાદુર સૈનિકોના અદ્વિતીય પરાક્રમને સેલ્યુટ કરીએ છીએ”.
આ વીડિયોમાં પીએમ મોદીના એ ભાષણનો ઉલ્લેખ છે જેમાં તેઓએ કહ્યું હતું કે, “જયારે કોઈ આતંકવાદને નિર્યાત કરવાનો ઉદ્યોગ બનાવીને બેઠું હોય, યુદ્ધ લડવાની તાકાત નથી અને પીઠ પર વાર કરવાનો પ્રયાસ થાય છે, તો આ મોદી છે, તેઓને તેની જ ભાષામાં જવાબ આપવાનું જાણે છે”.
વધુ વાંચો :
https://api.mantavyanews.in/national-surgical-strike-anniversary-indian-army-commandos-pakistan/
