Not Set/ સુરત : પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, લોહીલુહાણ હાલતમાં મળી આવી

સુરતના ડિંડોલી વિસ્તારમાં પાંચ વર્ષની એક બાળકી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. સોસાયટીમાં જ રહેતા 18 વર્ષીય યુવક દ્વારા આ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. માસુમ બાળકીને ગુપ્તાંગના ભાગે ઈજાઓ થઇ હતી, તેમજ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા બાદ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. મળતી વિગતો મુજબ ડિંડોલી વિસ્તારમાં રહેતી પાંચ […]

Top Stories Gujarat Surat

સુરતના ડિંડોલી વિસ્તારમાં પાંચ વર્ષની એક બાળકી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. સોસાયટીમાં જ રહેતા 18 વર્ષીય યુવક દ્વારા આ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.

માસુમ બાળકીને ગુપ્તાંગના ભાગે ઈજાઓ થઇ હતી, તેમજ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા બાદ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

મળતી વિગતો મુજબ ડિંડોલી વિસ્તારમાં રહેતી પાંચ વર્ષીય બાળકી ગઈકાલે ગુમ થઇ હતી. પરિવારજનોએ મોડી રાત સુધી શોધખોળ કર્યા બાદ, ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ દરમિયાન રાત્રે 3 વાગ્યે બાળકી લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી.

જેથી, પરિવારજનો બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા. ફરજ પરના તબીબોએ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો.

તપાસમાં સોસાયટીનો જ 18 વર્ષીય યુવક ઉઠાવી ગયો હોવાનું જાણવા મળ્યું છે. હાલ, બાળકીનું ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.