બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના પૂજ્ય મહંત સ્વામી મહારાજની 85મી જન્મ જયંતિની ઉજવણી ભાવનગર ખાતે કરવામાં આવી રહી છે.

ભાવનગર ખાતે આવેલ અક્ષરવાડી માં 12 દિવસીય કાર્યક્રમ સાથે ઉમંગ અને ઉત્સાહભેર ઉજવણીનો આરંભ થયો છે. શનિવારે સાંજે પૂ. મહંતસ્વામી સાળંગપુરથી ભાવનગર અક્ષરવાડી આવી પહોંચ્યા હતા. જેથી ભાવનગરના હજારો હરિભક્તોમાં ભારે હર્ષોલ્લાસ છવાઈ ગયો હતો.

અક્ષરવાડીમાં રંગદર્શી માહોલ વચ્ચે પૂજ્ય મહંત સ્વામીની જન્મ જયંતીની ઉજવણીનો ધર્મમય કાર્યક્રમ ભારે ઉમંગ અને ઉત્સાહ વચ્ચે આરંભ થયો છે. અક્ષરવાડીમાં 12 દિવસ સુધી અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ આયોજન હેઠળ મહંત સ્વામીની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવશે. પ્રમુખ સ્વામીના આધ્યાત્મિક વારસદાર પૂ. મહંત સ્વામી મહારાજે પોતાની ભાવનગર સાથેની અનેક સ્મૃતિઓનું સ્મરણ કર્યું હતુ.
