અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નેવુંના દશકમાં ટેક્સ ચોરીમાં પોતાનાં પિતાની મદદ કરી હતી. એનાં બદલામાં એમને એમનાં પિતા ફ્રેડ ટ્રમ્પનાં રીયલ એસ્ટેટ બિઝનેસથી ૩ હજાર કરોડ રૂપિયા (41.૩કરોડ ડોલર) કેશ અને પ્રોપર્ટીના રૂપમાં મળ્યા. અમેરિકી ન્યુઝપેપર ‘ધ ન્યુયોર્ક ટાઈમ્સ’ એ પોતાનાં એક રીપોર્ટમાં આવો દાવો કર્યો છે. ન્યુયોર્ક ટાઈમ્સે 1 લાખ દસ્તાવેજોના આધાર પર ટેક્સ ચોરીનો ખુલાસો કર્યો.

ટ્રમ્પે ત્યારબાદ ટેક્સ રીટર્નમાં પણ પોતાનાં માતા પિતાની સંપતી ઓછી બતાવી હતી. એટલે જયારે ટ્રમ્પ અને એમનાં ભાઈ બહેનોનાં નામ પર પ્રોપર્ટી ટ્રાન્સફર થઇ તો એમણે ઓછો ટેક્સ ચૂકવવો પડ્યો હતો.
ન્યુયોર્ક ટાઇમ્સના કહેવા મુજબ, ટ્રમ્પ પોતાને સેલ્ફ મેડ બિલિયોનર કહે છે. એ દાવો કરતા રહેતા હોય છે કે એમણે પોતાના પિતા ફ્રેડ ટ્રમ્પ પાસેથી માત્ર 10 લાખ ડોલર ઉછીતા લઈને 10 અરબ ડોલરનો એમ્પાયર ઊભો કર્યો, પરંતુ હકીકત એકદમ અલગ છે.
ન્યુયોર્ક ટાઈમ્સે 1 લાખ દસ્તાવેજો અને ટ્રમ્પનાં પરિવાર સાથે જોડાયેલા લોકો સાથે વાત કરીને ટેક્સ ચોરીનો ખુલાસો કર્યો. જોકે ટ્રમ્પનાં વકીલે આ આરોપોને ખોટા ગણાવ્યા. આ રીપોર્ટ બાદ અમેરિકી ટેક્સ વિભાગે આરોપોની તપાસ શરુ કરી દીધી છે.
નેવુંના દશકમાં ટ્રમ્પનાં માતા પિતાએ 7,300 કરોડ રૂપિયા (100 કરોડ ડોલર) થી વધુ સંપતી એમનાં બાળકોને ગીફ્ટ કરી હતી. જેનાં પર 4015 કરોડ રૂપિયાનો ટેક્સ લાગતો હતો.
ટ્રમ્પ અને એમનાં ભાઈ બહેનોએ ખોટી જાણકારી આપીને માત્ર 403 કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો. એમણે 55% ને બદલે 5% ટેક્સ આપવો પડ્યો. આવી રીતે આ લોકોએ 49 કરોડ ડોલર ( અંદાજે 3600 કરોડ રૂપિયા) ની ટેક્સ ચોરી કરી.
આ રીતે ટેક્સ બચાવ્યો
ટ્રમ્પ પરિવારે એક ફર્જી કંપની ઓલ કાઉન્ટી બિલ્ડીંગ સપ્લાઈ એન્ડ મેન્ટેનન્સ બનાવી. આ કંપની માત્ર કાગળ પર જ હતી. કંપનીના રેકોર્ડમાં મોટા પાયે બિલ્ડીંગ મટીરીયલ ખરીદીનાં આંકડા નોંધવામાં આવતા હતા. પરંતુ અંદરખાને ટ્રમ્પ અને એમનાં ભાઈ બહેનોને એમના પિતા દ્વારા પૈસા ટ્રાન્સફર કરવામાં આવતા હતા.
ટ્રમ્પના માતા પિતાએ એક ટ્રસ્ટ બનાવ્યું. આ ટ્રસ્ટનો હેતુ એ જ હતો કે માતા પિતાના નામની સંપતિનો મોટો હિસ્સો બાળકોને 55% એસ્ટેટ ટેક્સ બચાવીને ટ્રાન્સફર કરી દેવામાં આવે.
ટ્રસ્ટમાં પ્રોપર્ટી ટ્રાન્સફર કરવા સમયે ટ્રમ્પનાં માતા પિતાને ગીફ્ટ ટેક્સ આપવો પડ્યો પરંતુ એમાં પણ એમણે સંપતિનું ઓછુ મુલ્ય બતાવ્યું. ટ્રમ્પનાં પિતાએ 1995 માં જણાવ્યું હતું કે ટ્રસ્ટને આપવામાં આવેલા 25 એપાર્ટમેન્ટનું મુલ્ય 4 કરોડ ડોલર છે. બેંકોએ પાછળથી જાણ્યું કે આ એપાર્ટમેન્ટનું મુલ્ય 90 કરોડ ડોલર હતું.
જુન 1999માં ટ્રમ્પના પિતાનું નિધન થયું અને ઓગસ્ટ 2000માં એમની માતાનું નિધન થયું. વર્ષ 2004 માં ટેક્સ વિભાગે ટ્રમ્પનાં માતા પિતાની પ્રોપર્ટીની ફાઈલો બંધ કરી દીધી. ડોનાલ્ડ ટ્રમ્પનાં ભાઈ રોબર્ટ ટ્રમ્પનું કહેવું છે કે અમે ઇન્કમ ટેક્સ રીટર્નમાં કોઈ ગડબડી કરી નથી અને પૂરો ટેક્સ ચૂકવ્યો છે.
