અમદાવાદ
આખા વર્ષ દરમિયાન 4 નવરાત્રીની ઉજવણી કરવામાં આવશે અને આ 4 નવરાત્રીનું અલગ-અલગ મહત્વ હોય છે. પહેલી નવરાત્રી આવે છે વસંત નવરાત્રી, બીજી આષાઢ નવરાત્રી, ત્રીજી શરદ નવરાત્રી અને ચોથી છે પુષ્ય નવરાત્રી. જેમાં આસો મહિનાની શરદ નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે અને વસંત કાળમાં વસંત નવરાત્રી મનાવવામાં આવે છે. જેને ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
1 ચૈત્રી (વસંત) નવરાત્રી
આ નવરાત્રી વસંતઋતુ માર્ચ-એપ્રિલમાં ઉજવણી કરવામાં આવે છે. આ નવરાત્રીમાં શક્તિ (માતૃદેવી)ના નવ સ્વરૂપોને નવ દિવસોમાં સમર્પિત કરવામાં આવ્યા છે અને આને ચૈત્ર નવરાત્રા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નવ દિવસોના ઉત્સવને રામ નવરાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે.
2 ગુપ્ત (અષાઢ) નવરાત્રી
આ નવરાત્રી અષાઢ (જૂન-જુલાઇ) મહિનામાં શક્તિ (માતૃદેવી)ના નવ સ્વરૂપોને નવ દિવસોમાં સમર્પિત કરીને ઉજવવામાં આવે છે. ગુપ્ત નવરાત્રી, જેને અષાઢ કે ગાયત્રી કે શાકંભરી નવરાત્રી પણ કહેવાય છે, ગુપ્ત નવરાત્રીને અષાઢ શુક્લ પક્ષ (અષાઢ સુદ – અજવાળીયું) દરમિયાન અનુસરવામાં આવે છે.
3 શરદ (આસો) નવરાત્રી
શરદ નવરાત્રી ખુબ જ મહત્વની નવરાત્રી માનવામાં આવે છે. તેને સામાન્ય રીતે મહા નવરાત્રી કહેવામાં છે અને તેની ઉજવણી આસો મહિનામાં કરવામાં આવે છે અને આ નવરાત્રીને શરદ નવરાત્રી રીતે પણ ઓળખાય છે, કારણકે તેની ઉજવણી શરદ ઋતુમાં અશ્વિન શુક્લ પક્ષ (આસો સુદ – અજવાળીયું) થાય છે.
4 પુષ્ય (પોષ) નવરાત્રી
પુષ્ય નવરાત્રી પોષ શુક્લ પક્ષ (પોષ સુદ – અજવાળીયું) દરમ્યાન ઉજવવામાં આવે છે આ નવરાત્રી પુષ્ય નવરાત્રી પોષ (ડિસેમ્બર-જાન્યુઆરી) મહિનામાં શક્તિ (માતૃદેવીઓ)ના નવ સ્વરૂપોને નવ દિવસોમાં સમર્પિત કરવામાં આવે છે.
