દિવાળી પર્વ આવે એટલે પૂષ્ય નક્ષત્રનું મહત્વ ઘણું રહે છે.શાસ્ત્રો પ્રમાણે પુષ્ય નક્ષત્રને 27 નક્ષત્રોનો રાજા માનવામાં આવે છે. 27 નક્ષત્રોમાં આઠમો નક્ષત્ર પુષ્ય હોય છે.આ નક્ષત્ર દરમિયાન સોનુ, ચાંદી, વાહન વગેરે વસ્તુઓ ખરીદવી શુભ હોય છે.
આ વર્ષે પુષ્ય નક્ષત્ર 21 ઓક્ટોબરની દરમિયાન 1.39 વાગ્યે થી શરુ થાય છે અને 22 ઓક્ટોબરની બપોરે 3.38 વાગ્યા સુધી રહશે. એટલે તમે 21 ઓક્ટોબરથી લઈને 22 ઓક્ટોબર સુધી ખરીદી કરી શકો છો અને નવી વસ્તુઓ પોતાના ઘર માં લાવી શકો છો.
પુષ્ય નક્ષત્રના સંયોગ મંગળવારના દિવસે આવી રહ્યો છે. શાસ્ત્રોમાં મંગળવારના દિવસે પુષ્ય નક્ષત્ર આવો સંયોગ ખુબ જ શુભ માનવામાં આવે છે.

આ નક્ષત્ર દરમિયાન તમે નવું ઘર કે સંપત્તિ ખરીદ શકો છો.આ દિવસે વસ્તુનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે.પુષ્પ નક્ષત્રના દિવસે માં લક્ષ્મીની પૂજા કરવી અને શ્રી યંત્ર ખરીદવાથી જીવનમાં ધન સમૃદ્ધિ લાવે છે.
છે.
પુષ્ય નક્ષત્ર દરમિયાન પૂજા કરવી ખુબ લાભદાયક માનવામાં આવે છે અને આ દિવસે પૂજા કરવાથી દરેક કામનાઓ પૂર્ણ થાય છે.
સોનુ, ચાંદી, સોફા, વાસણ વગેરે પ્રકારની વસ્તુઓ તમે આ નક્ષત્ર દરમિયાન જરૂર ખરીદો.

પુષ્ય નક્ષત્રમાં લગ્ન નહીં કરવા..
પુષ્ય નક્ષત્ર શુભ નક્ષત્ર હોય છે, પરંતુ આ નક્ષત્ર દરમિયાન લગ્ન કરવા અશુભ માનવામાં આવે છે. તેની પાછળ કારણ એ છે કે જે દિવસે ભગવાન બ્રહ્માને શ્રાપ આપવામાં આવ્યો હતો તે દિવસ પુષ્ય નક્ષત્ર જ હતો. એટલા માટે આ નક્ષત્રમાં લગ્ન કરવા માટે અશુભ માનવામાં આવે છે અને પંડિતો દ્વારા પણ આ નક્ષત્રમાં લગ્ન ન કરવાની સલાહ આપવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
