પિતૃ પક્ષ દરમિયાન આપણે જાણવાનો પ્રયત્ન કરીએ કે પૂર્વજો વિશે શું કથા છે અને આ પૂર્વજો ક્યાં રહે છે. હિન્દુ કેલેન્ડર મુજબ દર વર્ષે ભાદરવા મહિનામાં પૂર્ણિમાના દિવસથી પિતૃ પક્ષની શરૂઆત થાય છે. આ વખતે શ્રાદ્ધ પક્ષ 20 સપ્ટેમ્બરથી શરૂ થયો છે જે 06 ઓક્ટોબર 2021 સુધી ચાલુ રહેશે. આ 15 દિવસ દરમિયાન કોઈ શુભ કાર્ય ન કરવું જોઈએ. પિતુ પક્ષમાં પિતૃઓની આત્માની શાંતિ માટે પૂજા કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે યમરાજ પણ જીવને મુક્ત કરે છે જેથી તેના સંબંધીઓ પાસેથી તર્પણ લઈને તે પરિવારના સભ્યોને આશીર્વાદ આપે.
પુસ્તકમાં એક ચિત્ર દ્વારા સમજાવવામાં આવ્યું છે કે પૂર્વજો પુત લોકમાં ઉંધા લટકતા રહે છે અને તેમના પગ દોરડાથી ઉપર બાંધેલા હોય છે. હિન્દુ આખ્યાનના શબ્દ વિજ્ઞાન મુજબ, પુરુષ સ્વરૂપ વિશે કહેવામાં આવે છે કે તે આત્મા અને ભાવનાનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે સ્ત્રી સ્વરૂપ દ્રવ્ય અને શરીરનું પ્રતિનિધિત્વ કરે છે. વૃદ્ધ પુરુષો આત્માનું પ્રતિનિધિત્વ કરે છે. દોરડું નશ્વર શરીરનું પ્રતિનિધિત્વ કરે છે, જેનાથી જીવ સંસારથી બંધાયેલો છે.
પુનર્જન્મ ત્યારે જ થઈ શકે છે જ્યારે તેના વંશજ દ્વારા બાળકનો જન્મ થાય છે. જેઓ બાળકને જન્મ આપ્યા વિના મૃત્યુ લોકથી વિદાય લે છે તો તેના પુનર્જન્મ થતો નથી અને તેઓ પુત લોકમાં રહેવા માટે બંધાયેલા છે. તેથી દિકરા અને દિકરીને સંસ્કૃતમાં પુત્ર અને પુત્રી કહેવામાં આવે છે, જેનો અર્થ થાય છે પુતથી છુટકારો આપનાર. આ રીતે મનુષ્ય તેના પિતૃઓનું ઋણ ચૂકવે છે.
