હિંમતનગરના ગાંભોઇ પાસે આવેલા ઢુંઢર ગામે 14 માસની બાળકી પર થયેલા દુષ્કર્મના કારણે રાજ્યના રાજકારણમાં ગરમી આવી ગઈ છે. રાજ્યમાં પરપ્રાંતીય લોકો પર જે હુમલા કરવામાં આવી રહ્યા છે, એ મામલે રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પત્રકાર પરિષદ કરીને ભાજપ અને સરકાર પર પ્રહાર કર્યા હતા.
અલ્પેશ ઠાકોરે કહ્યું કે, ઉત્તર ગુજરાતમાં પરપ્રાંતીયો પર ગુંડાતત્વો દ્વારા હુમલા કરવામાં આવી રહ્યા છે. આ હુમલા પાછળ ઠાકોર સેના કે એમના કોઈ કાર્યકરનો હાથ નથી. આમ કરીને અમારા કાર્યકરોને ફસાવવામાં આવી રહ્યા છે.

આ ઉપરાંત રાધનપુરના ધારાસભ્યે પરપ્રાંતીયોને ટાર્ગેટ ન કરવાની વિનંતી કરતા કહ્યું કે, અમે પરપ્રાંતિયોનો કોઈ જ વિરોધ નથી કરી રહ્યા. ભાજપના કાર્યકરો રાજનીતિ કરીને પરપ્રાંતિયોને અહીંથી ભગાડી રહ્યા છે. મારા યુવકોને ફસાવવામાં આવી રહ્યા છે. મારી વિનંતી છે કે નાના રોજગાર સાથે જોડાયેલા લોકોને હેરાન ન કરવામાં આવે. હું મારા તમામ યુવકોને વિનંતી કરું છું કે આપણા નામે જ લોકો હુમલા કરે છે તેમને રોકો. બીજેપી અમને ખરાબ ચિતરવા માટે અમારા સામે ખોટા નિવેદનો કરી રહી છે
