Not Set/ અલ્પેશ ઠાકોરે કરી સ્પષ્ટતા : અમે પરપ્રાંતીઓનો વિરોધ નથી કરી રહ્યા

હિંમતનગરના ગાંભોઇ પાસે આવેલા ઢુંઢર ગામે 14 માસની બાળકી પર થયેલા દુષ્કર્મના કારણે રાજ્યના રાજકારણમાં ગરમી આવી ગઈ છે. રાજ્યમાં પરપ્રાંતીય લોકો પર જે હુમલા કરવામાં આવી રહ્યા છે, એ મામલે રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પત્રકાર પરિષદ કરીને ભાજપ અને સરકાર પર પ્રહાર કર્યા હતા. અલ્પેશ ઠાકોરે કહ્યું કે, ઉત્તર ગુજરાતમાં પરપ્રાંતીયો પર ગુંડાતત્વો દ્વારા હુમલા કરવામાં […]

Top Stories Gujarat Others

હિંમતનગરના ગાંભોઇ પાસે આવેલા ઢુંઢર ગામે 14 માસની બાળકી પર થયેલા દુષ્કર્મના કારણે રાજ્યના રાજકારણમાં ગરમી આવી ગઈ છે. રાજ્યમાં પરપ્રાંતીય લોકો પર જે હુમલા કરવામાં આવી રહ્યા છે, એ મામલે રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પત્રકાર પરિષદ કરીને ભાજપ અને સરકાર પર પ્રહાર કર્યા હતા.

અલ્પેશ ઠાકોરે કહ્યું કે, ઉત્તર ગુજરાતમાં પરપ્રાંતીયો પર ગુંડાતત્વો દ્વારા હુમલા કરવામાં આવી રહ્યા છે. આ હુમલા પાછળ ઠાકોર સેના કે એમના કોઈ કાર્યકરનો હાથ નથી. આમ કરીને અમારા કાર્યકરોને ફસાવવામાં આવી રહ્યા છે.

આ ઉપરાંત રાધનપુરના ધારાસભ્યે પરપ્રાંતીયોને ટાર્ગેટ ન કરવાની વિનંતી કરતા કહ્યું કે, અમે પરપ્રાંતિયોનો કોઈ જ વિરોધ નથી કરી રહ્યા. ભાજપના કાર્યકરો રાજનીતિ કરીને પરપ્રાંતિયોને અહીંથી ભગાડી રહ્યા છે. મારા યુવકોને ફસાવવામાં આવી રહ્યા છે. મારી વિનંતી છે કે નાના રોજગાર સાથે જોડાયેલા લોકોને હેરાન ન કરવામાં આવે. હું મારા તમામ યુવકોને વિનંતી કરું છું કે આપણા નામે જ લોકો હુમલા કરે છે તેમને રોકો. બીજેપી અમને ખરાબ ચિતરવા માટે અમારા સામે ખોટા નિવેદનો કરી રહી છે