Not Set/ પરપ્રાંતિયોના પલાયન મામલે નિરુપમે PM પર બોલ્યો હુમલો, કહ્યું, “મોદી યાદ રાખે કે તેઓને..

મુંબઈ, સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના ઢુંઢર ગામે એક પરપ્રાંતય યુવક દ્વારા બાળકી પર કરાયેલા બળાત્કાર મામલાને લઈ ઉત્તરપ્રદેશ અને બિહારના લોકો પર કરવામાં આવી રહેલા હુમલાઓની ઘટનામાં વધારો થયો છે. રાજ્યભરમાં વધી રહેલા આ હુમલાઓને લઈ હવે પરપ્રાંતિય લોકો દ્વારા પલાયન કરવામાં આવી રહ્યું છે, ત્યારે હવે આ મામલાને લઈ કોંગ્રેસ દ્વારા પીએમ મોદી પર હુમલો બોલવામાં આવ્યો છે. PM ke grih […]

Top Stories India Trending

મુંબઈ,

સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના ઢુંઢર ગામે એક પરપ્રાંતય યુવક દ્વારા બાળકી પર કરાયેલા બળાત્કાર મામલાને લઈ ઉત્તરપ્રદેશ અને બિહારના લોકો પર કરવામાં આવી રહેલા હુમલાઓની ઘટનામાં વધારો થયો છે.

રાજ્યભરમાં વધી રહેલા આ હુમલાઓને લઈ હવે પરપ્રાંતિય લોકો દ્વારા પલાયન કરવામાં આવી રહ્યું છે, ત્યારે હવે આ મામલાને લઈ કોંગ્રેસ દ્વારા પીએમ મોદી પર હુમલો બોલવામાં આવ્યો છે.

ઉત્તર ભારતીય લોકો પર થઇ રહેલા આ હુમલાઓને લઈ કોંગ્રેસ નેતા સંજય નિરુપમેં પીએમ મોદીને નિશાન બનાવતા કહ્યું, “મોદીએ પણ યાદ રાખવું જોઈએ કે એક દિવસે તેઓને વારણસી જવાનું છે”.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, “પીએમ મોદીના ગૃહરાજ્ય ગુજરાતમાં જયારે યુપી, બિહાર અને મધ્યપ્રદેશના લોકોને મારી મારીને ભગાવવામાં આવી રહ્યા છે ત્યારે, વડાપ્રધાને પણ વારણસી જવાનું છે. તેઓને પણ યાદ રાખવું જોઈએ કે, વારણસીના લોકોએ તેઓને ગળે લગાવ્યા હતા અને પીએમ બનાવ્યા હતા.

શું છે આ મામલો ? 

અત્રે ઉલ્લેખનીય છે કે, સાબરકાંઠાના તાલુકાના ઢુંઢર ગામે ૧૪ મહિનાની એક બાળકી સાથે બળાત્કાર કરવામાં આવ્યો છે, જેમાં પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે કે, રેપનો આરોપી બિહારનો રહેવાસી ૨૦ વર્ષનો છોકરો છે.

આ માહિતી સામે આવ્યા બાદ જ ગુજરાતભરમાં વસતા બિહાર અને ઉત્તરપ્રદેશના લોકોને નિશાન બનાવીને હુમલા કરવામાં આવી રહ્યા છે અને ત્યારથી જ આ પરપ્રાંતિય લોકો દ્વારા પલાયન કરવામાં કરવામાં આવી રહ્યું છે.

વધુ વાંચવા માટે અહી ક્લિક કરો : 

https://api.mantavyanews.in/gujarat-state-peace-stagnation-protection-people-province-cm-rupani-sabarkantha/

https://api.mantavyanews.in/police-arrested-17-people-at-vadodara/

https://api.mantavyanews.in/violence-incidents-on-migrants-in-himatnagar/