દિલ્લી
કેન્દ્રીય મંત્રી કિરેન રીજીજુએ દિલ્લી પોલીસ દ્વારા યોજાયેલ એક કાર્યક્રમમાં હાજરી આપીને દેશમાં વધતી જતી બેરોજગારી વિશે કહ્યું હતું. તેમણે બેરોજગારીને દેશની સૌથી મોટી સમસ્યા છે.
I'm proud of @DelhiPolice for initiating YUVA to equip youths with skills and securing their job placement thereby providing gainful employment. Thanks to @LtGovDelhi Anil Baijal ji for the guidance. I compliment @CPDelhi Amulya Patnaik ji & team for this commendable initiative. pic.twitter.com/lfeZUmIulk
— Kiren Rijiju (@KirenRijiju) October 8, 2018
સોમવારે કૌશલ વિકાસ નિગમ કાર્યક્રમમાં કિરેન રીજીજુએ જણાવ્યું હતું કે જો તમે કુશળ ભારત નહી બનાવી શકો, તો ભારતને તમે મિટાવી દેશો.
દિલ્લી પોલીસ દ્વારા એક વર્ષ પુરા થવા બદલ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દિલ્લી પોલીસે મેગા જોબ અફેરનું આયોજન પણ કર્યું હતું . દિલ્લીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
કેન્દ્રીય મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે આપણે જો દેશના યુવાનોને કુશળ નહી બનાવીએ તો તેઓ બોજરૂપ બની જશે અને ખોટા રસ્તે ચડી જશે. માત્ર નોકરી જ દરેક યુવાનના જીવનન યોગ્ય બનાવી શકશે.
