મુંબઇ
એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન ભારતમાં #MeToo અભિયાન શરુ થવાથી ખુશ છે અને મંગળવારે તેણે કહ્યું કે યૌન પીડિતાઓને અને તેમના અનુભવ શેર કરનાર મહિલાઓને સમર્થન અને હિંમત આપવી જોઇએ.
તનુશ્રી દત્તા દ્રારા નાના પાટેકરના સામે આરોપ લગાવ્યા પછી દેશમાં #MeToo અભિયાનની ઝુંબેશમાં વધારો થયો છે. નાના પાટેકર બાદ આલોક નાથ,રજત કપૂર,વિકાસ બહલ અને ગણેશ આચાર્ય સહીત એન્ટરટેઇન્મેન્ટ ઇન્ડસ્ટ્રીના ઘણા લોકો પર યૌન શોષણનો આરોપો લાગવાના શરૂ થયા છે.
ઐશ્વર્યાએ અહીં એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે હવે ‘#MeToo’ અભિયાનનો વ્યાપ વધ્યો છે. સોશિયલ મીડિયાના કારણે દુનિયા નાની થઇ ગઈ છે અને દરેક અવાજ મોટો થઇ રહ્યો છે. સોશિયલ મીડીયામાં પત્રકારો પણ જોડાયેલાં છે.હવે આવા અવાજોને પ્રેરણા આપનારાઓને સાંભળવાની જરૂર છે અને તેમને એક મંચ આપવામાં આવી રહ્યો છે. સચ્ચાઇ શું છે તેની પર દેશનો કાયદો ન્યાય કરશે.
એશ્વર્યાએ વધુમાં કહ્યું કે વ્યક્તિગત બાબતોમાં કોઇ ટીપ્પણી કરવી એ યોગ્ય નથી, કારણ કે હવે કેસો અદાલતમાં વિચારણા હેઠળ છે.પણ જેને આપણાં સપોર્ટની જરૂર છે તેને ભગવાન કૃપા કરે અને હિંમત આપે.
