Not Set/ અમદાવાદથી સીધું અમેરિકા જવું થશે અઘરું : સીધી ફ્લાઇટ થશે બંધ

અમદાવાદથી સીધા અમેરિકા જવા માંગતા મુસાફરો માટે એક માઠાં સમાચાર આવી રહ્યા છે. અમદાવાદ થી ડાયરેક્ટ યુએસએ જતી એર ઇન્ડિયાની ફ્લાઈટ 16 નવેમ્બરથી બંધ થશેે. દરરોજ આ ફ્લાઈટમાં અમદાવાદથી યુએસએ જતા 80થી 100 લોકોને હવે અન્ય ફ્લાઈટમાં જવું પડશે તેમજ સમય પણ વધી જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ 2016ના રોજ ગુજરાતીઓને અમેરિકા જવા સીધી ફ્લાઈટ […]

Ahmedabad Top Stories Gujarat

અમદાવાદથી સીધા અમેરિકા જવા માંગતા મુસાફરો માટે એક માઠાં સમાચાર આવી રહ્યા છે. અમદાવાદ થી ડાયરેક્ટ યુએસએ જતી એર ઇન્ડિયાની ફ્લાઈટ 16 નવેમ્બરથી બંધ થશેે. દરરોજ આ ફ્લાઈટમાં અમદાવાદથી યુએસએ જતા 80થી 100 લોકોને હવે અન્ય ફ્લાઈટમાં જવું પડશે તેમજ સમય પણ વધી જશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ 2016ના રોજ ગુજરાતીઓને અમેરિકા જવા સીધી ફ્લાઈટ સુવિધા મળી રહે તે માટે અમદાવાદ-લંડન-નેવાર્ક ફ્લાઈટની જાહેરાત કરી હતી. આ ફ્લાઈટ અમદાવાદ થી નોનસ્ટોપ લંડન અને ત્યાંથી નેવાર્ક જતી હતી.

બે વર્ષમાં એર ઇન્ડિયાના અધિકારીઓએ આ ફ્લાઈટને લંડનથી નેવાર્ક વચ્ચે બંધ કરવાની જાહેરાત કરી છે. હવે આ ફ્લાઈટ અમદાવાદ થી લંડન જશે અને ત્યાંથી બેંગલોર આવી જશે. એર ઇન્ડિયા નવેમ્બરમાં અમદાવાદ-બેંગલોર વચ્ચે નવી ફ્લાઈટ શરૂ કરશે.