હિંસાર,
સતલોક આશ્રમ પ્રકરણ વિવાદિત સંત રામપાલને હત્યાના બે કેસમાં દોષિત જાહેર કરવામાં આવ્યા છે. હત્યાના આરોપમાં પહેલેથી જ જેલમાં બંધ રામપાલની સુરક્ષાને જોતા આ મહત્વના નિર્ણય માટે સેન્ટ્રલ જેલમાં જ કોર્ટ બનાવવમાં આવી હતી અને તેઓને દોષિત જાહેર કરાયા હતા. દોષિત જાહેર કરાયા બાદ હવે રામપાલની સજાનું એલાન ૧૬ તેમજ ૧૭ ઓક્ટોબરના રોજ કરવામાં આવશે.
Haryana: Self-styled godman Rampal held guilty by Hisar Court in both cases of murder filed against him pic.twitter.com/Y1xwXoz2I6
— ANI (@ANI) October 11, 2018
આ મામલો વર્ષ ૨૦૧૪નો છે, ત્યારે રામપાલના આશ્રમમાં ભડકેલી હિંસામાં ૭ લોકોના મોત થયા હતા, જેમાં ૫ મહિલાઓ અને ૧ બાળક શામેલ હતું.
સુરક્ષાનો કરાયો હતો પુખ્તા બંદોબસ્ત
બીજી બાજુ રામપાલના હત્યા કેસ અંગે આપવામાં આવનારા નિર્ણયને જોતા ગુરુવાર સવારથી જ હિંસારમાં સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો હતો.
આ પહેલા બુધવારે જિલ્લામાં ધારા – ૧૪૪ પણ લાગુ કરવામાં આવી હતી. સાથે સાથે જિલ્લાની તમામ સીમાઓ પણ સીલ કરવામાં આવી હતી તેમજ અંદાજે ૨૦૦૦ જેટલા સુરક્ષાબળોના જવાનોની તૈનાત કરાયા હતા.
શું હતો આ મામલો ?
મહત્વનું છે કે, ૧૮ નવેમ્બર, ૨૦૧૪ના રોજ સતલોક આશ્રમના સંચાલક રામપાલના બરવાલા સ્થિત આશ્રમની બહાર કાઢવા માટે પોલીસ દ્વારા અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન રામપાલ સમર્થકો ભીડ માંડીને બેઠા હતા અને ત્યારબાદ પોલીસ દ્વારા બળપ્રયોગ કરવામાં આવ્યો હતો.
રામપાલને આશ્રમની બહાર કાઢવાના સમયે ઘણી હિંસા ફેલાઈ અને આ દરમિયાન ૫ મહિલાઓ સહિત ૧ બાળકનું મોત પણ થયું હતું.
આ પોલીસ દ્વારા રામપાલ ઉપરાંત ૧૫ લોકો પર તેમાહ અન્ય એક મામલામાં પણ રામપાલ સહિત ૧૪ લોકો પર કેસ દાખલ કર્યો હતો.
