Not Set/ અમરેલી : મુંબઈના હીરાના વેપારીએ ગળાફાંસો ખાઈ કર્યો આપઘાત

મુંબઈમાં વસતા હીરાના એક વેપારીએ તેમના વતન ધારી તાલુકાના કોઠાપીપળીયા ગામે આવી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. આ અંગે પોલીસે જણાવ્યા મળ્યા મુજબ, આ વેપારીએ ધંધામાં નુકસાન જવાથી દેવું વધી જતા આત્યંતિક પગલું ભર્યું છે. જાણવા મળતી વિગત મુજબ છેલ્લા કેટલાક સમયથી દિનેશભાઇને ધંધામા મંદી નડી રહી હતી. જેને લઇ તેના પર આર્થિક ભીંસ […]

Top Stories Gujarat Others

મુંબઈમાં વસતા હીરાના એક વેપારીએ તેમના વતન ધારી તાલુકાના કોઠાપીપળીયા ગામે આવી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. આ અંગે પોલીસે જણાવ્યા મળ્યા મુજબ, આ વેપારીએ ધંધામાં નુકસાન જવાથી દેવું વધી જતા આત્યંતિક પગલું ભર્યું છે.

જાણવા મળતી વિગત મુજબ છેલ્લા કેટલાક સમયથી દિનેશભાઇને ધંધામા મંદી નડી રહી હતી. જેને લઇ તેના પર આર્થિક ભીંસ આવી આવી પડી હતી, અને લાખો રુપિયાનુ દેણું થઇ ગયું ગયું હતું.

તેઓ છેલ્લા થોડા દિવસથી મુંબઇ છોડી પોતાના વતન કોઠા પીપળીયામાં આવી રહેવા લાગ્યાં હતા. આ વેપારી કેટલાક સમયથી ગુમસુમ રહેતા હતા અને કોઇ સાથે વાતચીત પણ કરતા ન હતા. તેઓએ પોતાના ઘરે જ રુમમા ગળાંફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું હતું.