Not Set/ સરકારની અડધી રાહત સ્વાહા ! પેટ્રોલમાં આજે પણ ઝીંકવામાં આવ્યો ૧૮ પૈસાનો વધારો

નવી દિલ્હી, કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લોકોને રાહત અપાતા ૨.૫૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો, પરંતુ આ ઘટાડો ફરીથી દેશની સામાન્ય જનતા માટે વિલન બની રહ્યો હોય એવા એંધાણ જોવા મળી રહ્યા છે. નાણામંત્રી અરુણ જેટલી દ્વારા ઓઈલના ભાવમાં કરાયેલા ઘટાડાની જાહેરાત બાદ પણ ઓઈલ કંપનીનો દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કરાઈ રહેલો વધારો યથાવત રહ્યો છે, ત્યારે  […]

Top Stories India Trending

નવી દિલ્હી,

કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લોકોને રાહત અપાતા ૨.૫૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો, પરંતુ આ ઘટાડો ફરીથી દેશની સામાન્ય જનતા માટે વિલન બની રહ્યો હોય એવા એંધાણ જોવા મળી રહ્યા છે.

નાણામંત્રી અરુણ જેટલી દ્વારા ઓઈલના ભાવમાં કરાયેલા ઘટાડાની જાહેરાત બાદ પણ ઓઈલ કંપનીનો દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કરાઈ રહેલો વધારો યથાવત રહ્યો છે, ત્યારે  સરકાર દ્વારા અપાયેલી કુલ રાહતનો ૫૦ ટકા હિસ્સો સ્વાહા થઇ ગયો હ્પ્ય તે જોવા મળી રહ્યું છે.

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રુડ ઓઈલની કિંમતમાં થયેલા વધારા બાદ શનિવારે પણ રાજધાની દિલ્હીમાં પેટ્રોલમાં ભાવમાં ૧૮ પૈસાનો વધારો ઝીકવામાં આવ્યો છે. આ સાથે જ એક લીટર પેટ્રોલ ૮૨.૬૬ રૂપિયાના ભાવે મળી રહ્યું છે.

જયારે ડીઝલના ભાવમાં પણ ૨૯ પૈસાની વૃદ્ધિ જોવા મળી છે, આ સાથે જ એક લીટર ડીઝલ ૭૫.૧૯ રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે.

મુંબઈમાં પણ પેટ્રોલમાં થયેલા ૧૮ પૈસાના વધારા સાથે ૮૮.૧૨ રૂપિયા, જયારે ડીઝલના ભાવમાં ૩૧ પૈસાના વધારા સાથે એક લીટર ડીઝલ ૭૮.૮૨ રૂપિયાના ભાવે મળી રહ્યું છે.