અમદાવાદ: ગુજરાતીઓ માટે દિપાવલી પર્વ ઘણું મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. દિપાવલી પર્વ અંતર્ગત વેપારીઓને ચોપડાં ખરીદવા માટે તેમજ ધંધા-રોજગારના સ્થળોએ વિવિધ પૂજન અને નવાં વર્ષના પ્રારંભમાં ધંધા-રોજગારના સ્થળોને ખોલવા માટેના ધનતેરસથી લઈને લાભ પાંચમ સુધીના શુભ મૂહુર્તો અત્રે આપવામાં આવ્યા છે.
આ શુભ મૂહુર્તોના કારણે લોકોને પોતાના કાર્યો યોજવા માટે અનુકુળ બની રહેશે.
ધનતેરસ અને પુષ્યનક્ષત્રથી લઇ લાભપાંચમ સુધીના તમામ દિપાવલીના શુભ મુહૂર્તો આ રહ્યાં…
દિપાવલી પર્વનાં શુભ મુહૂર્તો
ચોપડા ખરીદવા-લાવવાના શુભ મુહૂર્ત
બુધવાર તા. 31-10-2018, આસો વદ સાતમ
સવારે 6.47થી 9.34 કલાક સુધી
સવારે 11.10 ક.થી 12.20 કલાક સુધી
બપોરે 15.11 ક.થી 17.30 કલાક સુધી
સાંજે 7.35 ક.થી રાત્રે 21.00 કલાક સુધી
પુષ્ય નક્ષત્ર આખો દિવસ ચાલે છે- શુભ.
સોમવાર તા. 5-11-2018, ધનતેરસ- આસો વદ-13
ધનતેરસે ચોપડા ખરીદવા
હસ્ત નક્ષત્ર 20.37 કલાક સુધી
સવારે 9.32 ક.થી 10.56 સુધી
બપોરે 13.46 ક.થી 7.34 ક. સુધી
ધનતેરસનો દિવસ ગાદી બિછાવવા માટે શુભ દિવસ.
મંગળવાર તા. 6-11-2018, કાળી ચૌદશ- આસો વદ-14
કાળી ચૌદશ- હનુમાનપૂજા, ઘંટાકર્ણ પૂજા (મહુડી)
બુધવાર તા. 7-11-2018, દિવાળી-લક્ષ્મીપૂજન- શારદા પૂજન, આસો વદ-30
સવારે 6.47 ક.થી 9.34 કલાક સુધી
સવારે 11 ક.થી 12.24 કલાક સુધી
સાંજે 7.30 ક.થી મધરાત્રે 24 કલાક સુધી.
ગુરુવાર તા. 8-11-2018, બેસતું વર્ષ- સંવત 2075 શરૂ, કાર્તિક સુદ પ્રતિપદા (1)
સવારે 6.40 ક.થી 8.12 કલાક સુધી
સવારે 11થી 12.20 કલાક સુધી વિજય મુહૂર્ત
શુક્રવાર તા. 9-11-2018, ભાઈબીજ, કાર્તિક સુદ-દ્વિતીયા- આખો દિવસ
અનુરાધા નક્ષત્ર- શુભ છે.
સોમવાર તા. 12-11-2018, લાભપાંચમ- કાર્તિક સુદ-5
કાર્તિક સુદ પંચમી લાભપાંચમ જ્ઞાનપંચમી પૂ.ષાઢા નક્ષત્ર મધરાત સુધી
સવારે 6.51 કલાકથી 8.10 કલાક સુધી
સવારે 9.37 ક.થી 11.00 કલાક સુધી અને વિજય મુહૂર્ત શુભ છે.
