Not Set/ #MeToo, મારું જીવન નરક બનાવી દીધું હતું: મંદાના કરીમી

મુંબઈ બોલિવૂડમાં #Me Too થી જબરજસ્ત વાવાઝોડું આવી ગયું છે અને આ વાવાઝોડું શાંત થવાનું નામ જ નથી લઇ રહ્યું. અક્ષય કુમારે સાજીદ ખાન અને નાના પાટેકર પર લાગેલ આરોપોને જોઈને ફિલ્મ ‘હાઉસફુલ 4’નું શુટિંગ રોકી દીધું છે. તો આમીર ખાને પણ પોતાને સુભાષ કપૂરની ફિલ્મથી અલગ કરી લીધો છે. હવે બોલિવૂડ અને ટેલીવિઝન એક્ટર […]

Trending Entertainment

મુંબઈ

બોલિવૂડમાં #Me Too થી જબરજસ્ત વાવાઝોડું આવી ગયું છે અને આ વાવાઝોડું શાંત થવાનું નામ જ નથી લઇ રહ્યું. અક્ષય કુમારે સાજીદ ખાન અને નાના પાટેકર પર લાગેલ આરોપોને જોઈને ફિલ્મ ‘હાઉસફુલ 4’નું શુટિંગ રોકી દીધું છે. તો આમીર ખાને પણ પોતાને સુભાષ કપૂરની ફિલ્મથી અલગ કરી લીધો છે. હવે બોલિવૂડ અને ટેલીવિઝન એક્ટર મંદાના કરીમી પણ #Me Too કેમ્પેનનનો ભાગ બની ગઈ છે અને તેમને ‘ક્યાં કુલ હૈ હમ 3’ના ડાયરેક્ટર ઉમેશ ઘાડગે પર પજવણીનો આરોપ લગાવ્યો છે. મંદાના કરીમીએ તેમની આપવીતી એક ન્યુઝ એજેન્સીને જણાવી હતી.

મંદાના કરીમીએ જણાવ્યું કે  આ એક્સપીરીયંસના કારણે મને મારા પ્રોફેશનને છોડવા માટે મજબુર થયું પડ્યું જેને હું ખુબ જ પ્રેમ કરતી હતી. પજવણીનો મતલબ મને સ્પર્સ કરવાનો નથી પરંતુ મારી લાઈફ નરક બનાવી છે. હું ખુબ જ પરેશાન થઇ ગઈ હતી અને આ વિશે કોઇનક સાથે વાત પણ કરી શકતી નહતી. આ ‘ક્યાં કુલ હૈ હમ 3’ના ડાયરેક્ટર ઉમેશ ઘાડગે હતા. ઉમેશે એક સોંગમાં મારા સ્ટેપ બદલીને મને હેરાન કરવાનું શરુ કર્યું અંને અન્ય લોકોને પણ સોંગમાં શમિલ કર્યા અને કહ્યું કે આ છેલ્લા સમય લીધોલો નિર્યણ છે. તેઓ મને સેટ પે જલ્દી બોલાવી લેતા હતા. મને એવા કપડા પહેરવા માટે કહી રહ્યા હતા જકે મારા માટે નહતા અને મારે મોડા સુધી રાહ જોવી પડતી હતી.

આપને જણાવી દઈએ કે મંદાનાએ તેના કરિયરની શરૂઆત એયર હોસ્ટેસથી શરુ કર્યું હતું.  પચે મોડલિંગમાં જવા માટે તેમને આને છોડી દીધું. મંદાના શાહરૂખ ખાન, સૈફ અલી ખાન અને કરીના કપૂર સાથે ટીવી એડ પણ કરી ચુકી છે. મંદાનાએ ‘રોય’, ક્યાં કુલ હૈ હમ 3′ અને ‘મે ઓર ચાર્લ્સ’માં પણ કામ કર્યું છે. મંદાનાએ વર્ષ 2017માં ભારતતીય બિઝનેશમેન ગૌરવ ગુપ્તા સાથે લગ્ન કર્યા હતા પરંતુ જુલાઈ 2017માં ગૌરવ ગુપ્તાના સામે ઘરેલું હિંસાનો કેસ નોંધાવ્યો હતા. મંદાના વર્ષ 2015 માં બીગ બોસમાં પણ આવી ચ્છુકી છે અને બીગ બોસમાં તેમને લોકોએ ખુબ જ પસંદ કર્યા હતા.