અમદાવાદ
ટીવીએસ મોટર કંપનીએ તેના Wegoના નવા 2018 વર્ઝનને લોન્ચ કર્યું છે. કંપનીએ તેની કિંમત 53,027 રૂપિયા એક્સ-શોરૂમ, દિલ્હી રાખ્યું છે. આ નવા સ્કૂટરમાં કોસ્મેટિક અપડેટ્સ ઉપરાંત નવા ફિચર્સ પણ આપવામાં આવ્યા છે. જોકે મેકેનિકલ રીતે તેમાં કોઈ ફેરફાર નથી.
TVSના આ પોપુલર સ્કૂટર નવા રંગ અને ગ્રાફિક્સ વિકલ્પ સાથે ઉપલબ્ધ થશે. જો નવા ફિચર્સની વાત કરીએ તો હવે આ સ્કૂટરમાં સ્પોર્ટી સીટ, 20-લિટર યુટિલિટી બોક્સ, વ્હીલ રીમ સ્ટીકર્સ અને એક પાસ-બાય સ્વીચ આપવામાં આવી છે. સાથે સાથે એક મેન્ટેનન્સ-ફ્રી બેટરીનો પણ સમાવેશ થાય છે.
આ નવી TVS Wegoમાં પહેલા વાળું જ એર-કૂલ્ડ, સિંગલ-સિલિન્ડર 109.7cc યુનિટ આપવામાં આવ્યું છે. આ એન્જિન 8bhpનો પાવર અને 8.4Nmનું પીક ટોર્ક જનરેટ કરે છે. TVS Wego 12-ઇંચ એલોય વ્હીલ પર ચાલે છે અને તેના રીયરમાં એક મોનો-શોક સસ્પેન્શન પણ આપવામાં આવ્યું છે.
આ સ્કૂટરનાં બીજા ફિચર્સની વાત કરી તો અહીં ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, LED ટેલ લેમ્પ અને અંડરસીસ સ્ટોરેજ કંપાર્ટમેન્ટમાં મોબાઇલ ચાર્જિંગ સોકેટ છે. આ સ્કૂટરનું ઓવરઓલ ડિઝાઇન મેલ અને ફીમેલ બંને ગ્રાહકોને આકર્ષિત કરવા માટે બનાવવામાં આવ્યું છે.
કંપનીના દાવા મુજબ સંપૂર્ણ રીતે મેટલ બોડી ધરાવતી TVS Wegoની માઇલેજ 62km/l છે. ભારતીય બજારમાં આ સ્કૂટરનો સામનો Honda Activa 5G, Hero Maestro Edge, Yamaha Ray-Z અને Mahindra Gustoથી છે.
