Not Set/ જમ્મુ કશ્મીરના પુલવામામાં આતંકવાદી હુમલામાં અમદાવાદ ના નરોડા વિસ્તારમાં અમરદિપ પાર્કમાં રહેતો જવાન દિનેશ દીપકભાઇ બોરસે શહીદ થતા પરિવારમાં માતમ

જમ્મુ કશ્મીરના પુલવામામાં શનિવારે પોલીસ લાઈનમાં થયેલા આતંકવાદી હુમલામાં 8 જવાન શહીદ થયાં હતાં, જેમાં એક જવાન અમદાવાદનો હતો. શહેરના નરોડા વિસ્તારમાં અમરદિપ પાર્કમાં રહેતો જવાન દિનેશ દીપકભાઇ બોરસે શહીદ થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. દિનેશ બોરસે છેલ્લા બાર વર્ષથી સીઆરપીએફમાં કાર્યરત હતો. જ્યારે દિનેશ 4 વર્ષની પુત્રી અને 3 મહીનાના પુત્રનો પિતા […]

India

જમ્મુ કશ્મીરના પુલવામામાં શનિવારે પોલીસ લાઈનમાં થયેલા આતંકવાદી હુમલામાં 8 જવાન શહીદ થયાં હતાં, જેમાં એક જવાન અમદાવાદનો હતો. શહેરના નરોડા વિસ્તારમાં અમરદિપ પાર્કમાં રહેતો જવાન દિનેશ દીપકભાઇ બોરસે શહીદ થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. દિનેશ બોરસે છેલ્લા બાર વર્ષથી સીઆરપીએફમાં કાર્યરત હતો. જ્યારે દિનેશ 4 વર્ષની પુત્રી અને 3 મહીનાના પુત્રનો પિતા હતો. બે દિવસ પહેલાં દિનેશે મિત્ર સાથે વાત કરતાં કહ્યું હતું કે, પહેલાં આતંકીઓને મારીશ અથવા તિરંગામાં લપેટાઇને જ ઘરે આવીશ. ઉલ્લેખનીય છે કે, રવિવારે બપોરે 12 વાગ્યા દિનેશનો પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ લવાશે, જ્યાં મુખ્યમંત્રી વિજય રૂપાણી તેને શ્રદ્ધાંજલિ આપશે.