પોલિસીબઝાર કંપનીની IT સિસ્ટમ હેક થઈ ગઈ. પોલિસી બજાર ઇન્સ્યોરન્સ બ્રોકર્સ પ્રાઇવેટ લિમિટેડની માલિકી ધરાવતી કંપની પીબી ફિનટેકે આ માહિતી આપી હતી. કંપનીએ કહ્યું કે તેમની પેઢીની IT સિસ્ટમ 19 જુલાઈના રોજ હેક કરવામાં આવી હતી. તેને સુધારવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.
9 જુલાઈના રોજ, કંપનીને પોલિસી બજારની IT સિસ્ટમમાં કેટલીક ખામીઓ મળી. તે કંપનીની IT સિસ્ટમમાં અનધિકૃત રીતે ઘૂસણખોરી કરવાનો પ્રયાસ હતો. કંપનીએ કહ્યું કે, પોલિસી બજારે આ મામલે સંબંધિત અધિકારીઓનો સંપર્ક કર્યો છે અને કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પોલિસી બજારે જણાવ્યું હતું કે ભૂલને સુધારી લેવામાં આવી છે અને IT સિસ્ટમની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. કંપનીએ કહ્યું કે માહિતી સુરક્ષા ટીમ આ મામલે બહારી સલાહકારો સાથે મળીને કામ કરી રહી છે.
પોલિસી બજાર અનુસાર, આ કેસમાં તપાસ બાદ જાણવા મળ્યું છે કે કોઈ ગ્રાહકનો મહત્વપૂર્ણ ડેટા લીક થયો નથી. પોલિસી બજાર હંમેશા તેની સિસ્ટમ્સની સુરક્ષા અને અખંડિતતાને પ્રાધાન્ય આપે છે અને ગ્રાહકોના ડેટાની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. પોલિસી બજાર એ વીમા બ્રોકરેજ કંપની છે અને તે તેના પોલિસી ધારકો વિશે તેમના વ્યવહારની માહિતી સહિત ઘણો ડેટા એકત્રિત કરે છે.
Sports / અક્ષર પટેલની શાનદાર ઇનિંગ, ભારતે બીજી વનડેમાં વિન્ડીઝને વિકેટથી હરાવી ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની લીડ મેળવી
