દિવસેને દિવસે જુનાગઢ શહેરમાં હવે દીપડા ની દહેશત વધી છે. ત્યારે વધુ એક વાર જુનાગઢ શહેરના મોતીબાગ કૃષિ યુનિવર્સિટી નજીક આવેલા BAPS સ્વામિનારાયણ સંસ્થાના વાડી વિસ્તારમાં દીપડા દેખાતા ભયનો માહોલ ફેલાયો છે. સ્વામિનારાયણ સંસ્થાના વાડી વિસ્તારની બાજુમાં જ સંસ્થાની હોસ્ટેલ અને સ્કુલ આવેલી છે ત્યાં 700 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
વાડી વિસ્તારમાં જ્યારે મજૂરો કામ કરતા હતા તે સમયે મજૂરોને દીપડો દેખાયો હતો. સંસ્થાપકો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. સ્વામિનારાયણ સંસ્થાનું વાડી વિસ્તાર એકદમ કાળવા નદીને નજીક આવેલું છે. જેથી નદીમાંથી આ દીપડા આવતા હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે, જેથી વન વિભાગ દ્વારા દીપડા ને પકડવા માટે પાંજરું મુકવામાં આવ્યું છે. વન વિભાગની જુદી જુદી ટીમો દીપડાને પકડવા કામે લાગી છે.
જુનાગઢ શહેરમાં હવે દીપડાની દહેશત વધી છે. જેમાં 24 નવેમ્બરના રોજ ગીરનારની લીલી પરિક્રમા કરવા આવેલ એક પરિવારની 11 વર્ષની દીકરીને પરિક્રમા રૂટના બોરદેવી પાસેના બાવળકાટ વિસ્તારમાં દીપડાએ ફાડી ખાધી હતી. જ્યારે બાળકીનું મોત નીપજ્યું હતું અને વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પુર્યો હતો. 27 નવેમ્બરના રોજ ગિરનાર જંગલ નજીક આવેલા આંદોલતપરાના કિરીટ નગર વિસ્તારમાં ઘરના ફળિયામાં રમતા બે વર્ષના બાળકને દીપડાએ શિકાર બનાવ્યો હતો પરંતુ માતાએ દીપડા પાસેથી બાળકને છોડાવ્યો હતો.
ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે ખસેડાયો ત્યારે દીપડાને પકડવા વનવિભાગે પાંજરું મૂક્યું હતું પરંતુ હજુ સુધી દીપડો પકડાયો નથી. જયારે જૂનાગઢના કેમ્બ્રિજ વિસ્તારમાં 29 નવેમ્બરની સાંજે દીપડા દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિકો દ્વારા વન વિભાગને જાણ કરતા વન વિભાગ દ્વારા પાંજરું મૂકવામાં આવ્યું હતું. પરંતુ આ વિસ્તારમાંથી પણ હજુ સુધી દીપડો પકડાયો નથી.
આ ઉપરાંત આ પહેલી વાર નથી જયારે દીપડા એ હુમલો કર્યો હોય આ આગાઉ પણ છેલ્લા થોડાક સમયમાં આવી અનેક ઘટનાઓ બની હોવાનું સામે આવ્યું છે. તો ચાલો તેના પર પણ એક નજર કરીએ કે કયા વિસ્તારમાં ઘટના કયારે બની….
પેહલી ઘટના, બાળકીને ફાડી ખાધી, 24 નવેમ્બર પરિક્રમા
બીજી ઘટના બાળક પર હુમલો, 27 નવેમ્બર દોલતપરા
27 નવેમ્બર ના રોજ ગિરનાર જંગલ નજીક આવેલા આંદોલતપરાના કિરીટ નગર વિસ્તારમાં ઘરના ફળિયામાં રમતા બે વર્ષના બાળકને દીપડાએ શિકાર બનાવ્યો હતો પરંતુ માતાએ દીપડા પાસેથી બાળકને છોડાવ્યો હતો અને ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે ખસેડાયો હતો ત્યારે દીપડાને પકડવા વનવિભાગે પાંજરું મૂક્યું હતું પરંતુ હજુ સુધી દીપડો પકડાયો નથી….
ત્રીજી ઘટના દિપડાએ દેખા દીધી, 29 નવેમ્બર કેમ્બ્રિજ સોસાયટી
જૂનાગઢના કેમ્બ્રિજ વિસ્તારમાં 29 નવેમ્બરની સાંજે દીપડાએ દેખા દેતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે સ્થાનિકો દ્વારા વન વિભાગને જાણ કરતા દીપડાના સગળ દેખાતા વન વિભાગ દ્વારા પાંજરું મૂકવામાં આવ્યું હતું. પરંતુ આ વિસ્તારમાંથી પણ હજુ સુધી દીપડો પકડાયો નથી…
ચોથી ઘટના દિપડાએ દેખા દીધી, 5ડિસેમ્બર સ્વામિનારાયણ સંસ્થામાં
જુનાગઢ શહેરની મધ્યમાં આવેલા મોતીબાગ કૃષિ યુનિવર્સિટી નજીક બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની વાડી વિસ્તારમાં દીપડો દેખાતા વન વિભાગને જાણ થતા વન વિભાગ એ દીપડાને પકડવા પાંજરૂ મૂક્યું છે.
આ પણ વાંચો:wire fencing scheme/રાજ્ય સરકારના નિર્ણયથી ખેડૂતો થયા ખુશ, ઉભા પાકને જાનવરોથી બચાવવા તાર ફેન્સીંગ યોજનાને આપી મંજૂરી
આ પણ વાંચો:New beginning/સાણંદમાં સેમીકંડક્ટર પ્લાન્ટ નાખનારી માઇક્રોનના સીએમની હાજરીમાં કરાર
આ પણ વાંચો:ગુજરાત/સુરેન્દ્રનગરમાં ગુજસીટોકના આરોપીઓએ પોલીસ પર કર્યુ ફાયરિંગ
