Not Set/ ભારતની સૌથી મોટી ડાન્સ ફિલ્મમાં કેટરીના કૈફ બનશે પાકિસ્તાની ડાન્સર…

મુંબઈ બોક્સ ઓફિસ પર રેસ-3 ખરાબ રીતે ફ્લોપ થયા પછી ફિલ્મ નિર્દેશક રેમો ડિસુઝા અને સલમાન ખાનમાં મતભેદની ખબરો આવી અને આને ભૂલીને રેમો હવે તેમની આગામી ફિલ્મમાં વ્યસ્ત થઇ ગયા છે. તેઓ ભારતની સૌથી મોટી ડાન્સ ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. ભૂષણ કુમાર દ્રારા પ્રોડ્યુસર આ ફિલ્મમાં વરુણ ધવન અને કેટરીના કૈફ લીડ રોલમાં […]

Trending Entertainment

મુંબઈ

બોક્સ ઓફિસ પર રેસ-3 ખરાબ રીતે ફ્લોપ થયા પછી ફિલ્મ નિર્દેશક રેમો ડિસુઝા અને સલમાન ખાનમાં મતભેદની ખબરો આવી અને આને ભૂલીને રેમો હવે તેમની આગામી ફિલ્મમાં વ્યસ્ત થઇ ગયા છે. તેઓ ભારતની સૌથી મોટી ડાન્સ ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે.

ભૂષણ કુમાર દ્રારા પ્રોડ્યુસર આ ફિલ્મમાં વરુણ ધવન અને કેટરીના કૈફ લીડ રોલમાં છે. આ બંને ડાન્સમાં માહિર છે અની તેમની આ યુએસપીના ઉપયોગ ફિલ્મમાં કરવામાં આવશે.

ફિલ્મની સ્ટોરીને લઈને થોડો ખુલાસો થયો છે. વરુણ ધવન ઇન્ડિયન ડાન્સર અને કેટરીના કૈફ પાકિસ્તાની ડાન્સરના રોલમાં જોવા મળશે. બંનેની મુલાકાત એક ઇન્ટરનેશનલ ડાન્સ કોમ્પિટિશનમાં થાય છે અને તેઓ બંને એકબીજાની નિકટ આવી જાય છે.

આપને જણાવી દઈએ કે આ ફિલ્માં વરુણ અને કેટરીનાની જોડી પહેલાવાર દર્શકોને સ્ક્રીન પર જોવા મળશે. ઉમરના મામલે કેટરીના કરતા વરુણ ધવન 4 વર્ષ નાના છે. આ ફિલ્મનું શુટિંગ જાન્યુઆરી 2019 માં શરુ કરવામાં આવશે. ત્રણ મહિના સુધી   શેડ્યુલ ચાલશે. ફિલ્મમાં વરુણ ધવન અને કેટરીના કૈફ સિવાય પ્રભુદેવા, ધર્મેશ યેલાંડે, રાઘવ જુયાલ અને પુનીત પાઠક પણ જોવા મળશે.