મુંબઈ
સલમાન ખાનની કથિત ગર્લફ્રેન્ડ યુલિયા વંતૂર ટૂંક સમયમાં જ એક્ટિંગમાં તેની પારી શરૂ કરવા જઈ રહી છે. યુલિયાએ હિન્દી ફિલ્મોમાં ગીતો ગાઈને પહેલેથી તેની ઓળખ બનાવી ચુકી છે, પરંતુ હવે તે અભિનયની દુનિયામાં છાપ બનાવવા માંગે છે. તો આવામાં સલમાન ખાન કઈ રીતે આવી તકમાં પાછળ રહી શકે?

યુલિયા આવનારી ફિલ્મ ‘રાધા ક્યોં ગોરી મેં ક્યોં કાલા’માં નજરે પડશે અને સલમાન ખાને આ ફિલ્મનું પોસ્ટર શેર કરતા લખ્યું કે ‘રાધા ક્યોં ગોરી મેં ક્યોં કાલા’ની ટીમ અને યુલિયા વંતૂરને ખુબ જ શુભેચ્છાઓ. તમારી આ ફિલ્મ સફળ થાય.
Wishing the team of "Radha Kyon Gori Main Kyon Kaala" all the best and all the success! @IuliaVantur pic.twitter.com/FyXPf4GCEU
— Salman Khan (@BeingSalmanKhan) October 16, 2018
ફિલ્મના પોસ્ટરને જોઇને લાગે છે કે યુલિયા આ ફિલ્મમાં કૃષ્ણ દાસી મીરના રોલમાં જોવા મળશે. તેનું આ ;લૂક ખુબ જ શાનદાર લાગી રહ્યું છે.

આપને જણાવી દિયા એ ‘રાધા ક્યોં ગોરી મેં ક્યોં કાલા’ની સ્ટોરી એક એવી વિદેશી છોકરીની છે જે ભારતીય સંસ્કૃતિના વિશે જાણવા માટે ભારત આવે છે પરંતુ અહીં તેનો રેપ થઇ જાય છે. આ ફિલ્મમાં જિમી શેરગિલ પણ જોવા મળશે અને આ ફિલ્મ આગામી વર્ષે 2019માં રિલીઝ કરવામાં આવશે.
