Not Set/ આરએસએસના વિજયાદશમી કાર્યક્રમમાં ભાજપ ધારાસભ્યના પુત્ર દ્વારા ફાયરિંગ, પત્રકાર ઘાયલ

ઉત્તર પ્ર્રદેશના હાથરસ શહેરના બાગલા કોલેજ મેદાનમાં આરએસએસના વિજયાદશમી ઉત્સવ દરમિયાન ગેરકાનૂની રીતે થયેલા શસ્ત્ર પૂજન અને ફાયરિંગમાં એક ફોટો-જર્નાલિસ્ટ ઘાયલ થયા હતા. હાથરસ સદરથી ધારાસભ્ય હરિશંકર માહૌરના પુત્ર દ્વારા ચલાવવામાં આવેલી ગોળી ફોટો જર્નાલિસ્ટ વિનોદ શર્માને ગાળામાં વાગી હતી. ભાજપ ધારાસભ્યના પુત્ર દીપુ પણ ઈજાગ્રસ્ત થયો હોવાની ખબર રહી છે. તેની પણ જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આમ તો, […]

India Trending

ઉત્તર પ્ર્રદેશના હાથરસ શહેરના બાગલા કોલેજ મેદાનમાં આરએસએસના વિજયાદશમી ઉત્સવ દરમિયાન ગેરકાનૂની રીતે થયેલા શસ્ત્ર પૂજન અને ફાયરિંગમાં એક ફોટો-જર્નાલિસ્ટ ઘાયલ થયા હતા. હાથરસ સદરથી ધારાસભ્ય હરિશંકર માહૌરના પુત્ર દ્વારા ચલાવવામાં આવેલી ગોળી ફોટો જર્નાલિસ્ટ વિનોદ શર્માને ગાળામાં વાગી હતી.

ભાજપ ધારાસભ્યના પુત્ર દીપુ પણ ઈજાગ્રસ્ત થયો હોવાની ખબર રહી છે. તેની પણ જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આમ તો, શસ્ત્ર પ્રદર્શન અને ફાયરિંગ પર રોક છે,પરંતુ વિજયાદશમી ઉત્સવમાં શસ્ત્ર પૂજન અને ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

જયારે ધારાસભ્ય ખુદ જ કાયદાની ધજ્જિઓ ઉડાવતા હોય, તો આમ એમના સાથી સહયોગીઓ કેમ પાછળ રહી શકે. ફાયરિંગ બાદ ધારાસભ્ય હરિશંકરે સ્વીકાર્યું કે, એમના પુત્રે ફાયરિંગ કર્યું હતું. જેમાં એમનો પુત્ર અને ફોટો જર્નાલિસ્ટ ઘાયલ થયા હતા.