કોરોના રસી/ રશિયા પ્રથમ બેચમાં 2 લાખ ડોઝ મોકલશે, 82 લાખ ડોઝ જૂન સુધીમાં મળશે

રશિયાની વેક્સિન 1લી મે આવી પહોચશે.

India

દેશમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે કોરોના સંક્રમણના કેસો દિનપ્રતિદન વધી રહ્યા છે. કોરોના સામે લડવા માટે હાલ વેક્સિન જ એક ઉપાય છે.ભારતમાં કોવિશીલ્ડ અને કોવેક્સિનની રસીનું અભિયાન દેશમાં ઝડપથી ચાલી રહ્યું છે. આ બે વેક્સિન ઉપરાંત રશિયામાં બનેલી સ્પુતનિક-વી નો પ્રથમ જથ્થો 1 લી મે ના રોજ ભારતમાં આવી પહોચશે. પ્રથમ રાઉન્ડમાં 2 લાખ રસી ડોઝ આવશે.આ રસીના આગમનથી દેશમાં રસીકરણનું અભિયાન વધુ વંગવતું બની જશે.

રશિયાની સ્પુતનિક-વી વેક્સિન 1લી મે ના રોજ ભારત આવી પહોચશે અને પ્રથમ રાઉન્ડમાં 2 લાખ ડોઝ આવશે અને મે- જૂન સુધીમાં 82 લાખ ડોઝ આવી પહોચશે.રશિયાની આ રસી અસરકારક છે. ઉલ્લેખનીય છે કે આ વેક્સિન નેશનલ ઇન્સ્ટીટયૂટ એપિડેમયોલોજિ એન્ડ માઇક્રોબાયોલોજી દ્વારા તૈયાર કરવામાં આવી છે. દેશમાં રશિયાની વેક્સિન આવી જતાં સમગ્ર દેશમાં રસીનું અભિયાન વધુ વેગવતું બની જશે, અને કોરોનાને માત આપી શકાશે.