Not Set/ જમ્મુ-કાશ્મીર/ વર્ષની શરૂઆત સેના માટે રહી ખરાબ, નૌશેરામાં આતંકીઓ સામે અથડામણમાં બે જવાન શહીદ

વર્ષ 2020 નો પહેલો દિવસ સેના માટે ખરાબ સમાચાર લઇને આવ્યો છે. જમ્મુ-કાશ્મીરનાં નૌશેરા સેક્ટરમાં એન્કાઉન્ટરમાં સેનાનાં બે જવાન શહીદ થયા છે. એન્કાઉન્ટર હાલમાં ચાલુ છે અને હજુ આ સમાચાર પર વધુ માહિતીની રાહ જોવાઇ રહી છે. આતંકવાદીઓ કયા સંગઠન સાથે સંકળાયેલા છે તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. નૌશેરા સેક્ટર જમ્મુ-કાશ્મીરનાં રાજૌરી જિલ્લામાં […]

Top Stories India

વર્ષ 2020 નો પહેલો દિવસ સેના માટે ખરાબ સમાચાર લઇને આવ્યો છે. જમ્મુ-કાશ્મીરનાં નૌશેરા સેક્ટરમાં એન્કાઉન્ટરમાં સેનાનાં બે જવાન શહીદ થયા છે. એન્કાઉન્ટર હાલમાં ચાલુ છે અને હજુ આ સમાચાર પર વધુ માહિતીની રાહ જોવાઇ રહી છે. આતંકવાદીઓ કયા સંગઠન સાથે સંકળાયેલા છે તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. નૌશેરા સેક્ટર જમ્મુ-કાશ્મીરનાં રાજૌરી જિલ્લામાં આવે છે.

સેના દ્વારા સર્ચ અને કોર્ડન ઓપરેશન એટલે કે કાસો શરૂ કરવામાં આવ્યું તે સમયે એન્કાઉન્ટર શરૂ થયું હતુ. આ સમયે આતંકીઓ દ્વારા સુરક્ષા દળો પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આપને જણાવી દઈએ કે, આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે જનરલ મનોજ મુકુંદ નરવાણે દિલ્હીમાં સેનાનાં 28 માં આર્મી ચીફ તરીકે કમાન સંભાળી છે. વળી, જનરલ બિપિન રાવત દેશનાં પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે સીડીએસનો હવાલો સંભાળશે.

આ પહેલા જમ્મુ-કાશ્મીર પોલીસે 25 ડિસેમ્બર શનિવારે મોટી સફળતા મેળવી હતી. તેઓએ ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી છે. ત્રણેય આતંકવાદી ગેંગનાં સભ્યો હતા. ત્રણેય લોકો આતંકવાદી હોવાનો ઢોંગ કરતા હતા અને લોકોને લૂંટતા હતા. પોલીસે ત્રણેય આતંકવાદીઓની ધરપકડ કરી છે. પોલીસે તેના કબજામાંથી એક પિસ્તોલ અને એકે 47 મળી આવી હતી. શ્રીનગરનાં એસએસપી હસીબ મોગલે કહ્યું કે, ત્રણે આતંકીઓએ ગનપોઇન્ટ પર ટ્રક ચાલકોને લૂંટી લીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.