Not Set/ VIDEO : યોગીરાજમાં પણ ગુંડારાજ કાયમ, જુઓ આ વીડિયો જ્યાં BJP કાઉન્સિલરે એક પોલીસકર્મી સાથે કરી મારપીટ

મેરઠ, દેશભરમાં પહેલેથી જ ગુંડારાજ માટે જાણીતા ઉત્તરપ્રદેશમાં યોગી રાજમાં પણ ગુંડાગીરી યથાવત રહી છે, ત્યારે આ જ પ્રકારે મેરઠ જિલ્લામાં એક પોલીસકર્મી સાથે મારપીટ કરાઈ હોવાની એક ઘટના સામે આવી છે. આ પૂરો મામલો મેરઠ જિલ્લાના કંકરખેડા પોલીસ સ્ટેશન વિસ્તારના દિલ્હી-દહેરાદૂન બાઈપાસનો છે. કંકરખેડા પોલીસ સ્ટેશન વિસ્તારના એક રેસ્ટોરન્ટમાં એક મહિલા એડવોકેટ અને પોલીસકર્મીની […]

Top Stories India Trending Videos

મેરઠ,

દેશભરમાં પહેલેથી જ ગુંડારાજ માટે જાણીતા ઉત્તરપ્રદેશમાં યોગી રાજમાં પણ ગુંડાગીરી યથાવત રહી છે, ત્યારે આ જ પ્રકારે મેરઠ જિલ્લામાં એક પોલીસકર્મી સાથે મારપીટ કરાઈ હોવાની એક ઘટના સામે આવી છે.

આ પૂરો મામલો મેરઠ જિલ્લાના કંકરખેડા પોલીસ સ્ટેશન વિસ્તારના દિલ્હી-દહેરાદૂન બાઈપાસનો છે.

કંકરખેડા પોલીસ સ્ટેશન વિસ્તારના એક રેસ્ટોરન્ટમાં એક મહિલા એડવોકેટ અને પોલીસકર્મીની રેસ્ટોરન્ટના માલિક સાથે બોલાચાલી થઇ હતી. ત્યારબાદ આ રેસ્ટોરન્ટના માલિકે હંગામો મચાવ્યો હતો અને આ પોલીસ સબ ઇન્સ્પેકટર સાથે મારપીટ કરી હતી.

આ ઘટનાનો વીડિયો ખુબ ઝડપથી વાઈરલ થઇ રહ્યો છે.

 ભાજપના કાઉન્સિલરે પોલીસ સબ ઇન્સ્પેકટર સાથે કરી મારપીટ

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, મેરઠ જિલ્લાના કંકરખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાજપના કાઉન્સિલરનું એક રેસ્ટોરન્ટ છે. આ રેસ્ટોરન્ટમાં પોલીસ સબ-ઇન્સ્પેકટર અને મહિલા એડવોકેટ વચ્ચે બોલાચાલી થઇ હતી અને ત્યારબાદ ભાજપના કાઉન્સિલર તેઓ સાથે મારપીટ કરી હતી. આ ઉપરાંત ભાજપ કાઉન્સિલર સાથે રેસ્ટોરન્ટમાં ઉપસ્થિત મહિલા સાથે પણ ગેરવર્તન કર્યું હતું.

સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ભાજપના કાઉન્સિલર પહેલા પોલીસ સબ ઇન્સ્પેકટર સાથે ધક્કામુક્કી કરી રહ્યા છે અને ત્યારબાદ છુટ્ટા હાથની મારામારી કરી રહ્યા છે. આ ઉપરાંત તેઓ મહિલા એડવોકેટ સાથે પણ ગેરવર્તન કરી રહ્યા છે.