મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મુખ્યમંત્રી છગન ભૂજબળે કોંગ્રેસ સાથે જવા પર કહ્યું કે, તેઓ લોકો સાથે જશે. એમણે કહ્યું કે, દિલ્હી સરકાર અને મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ હું કોઈ પણ પાર્ટી સાથે જઈશ.
ભૂજબળે કહ્યું કે, શિવસેના સંપાદકીયમાં રોજ ભાજપ વિરુદ્ધ લખી રહી છે. એમણે કહ્યું કે બે દળો સાથે બેસે છે તો અલગ અલગ વાતો પણ થતી હોય છે. શિવસેનાની કોશિશ છે કે તેઓ સરકારમાં પણ રહે અને વિપક્ષની પણ જગ્યા લઇ લે.

સાથે જ ભુજબળે કહ્યું કે ભાજપ સરકારે જે વાયદા કર્યા હતા, હવે તેઓ કહે છે કે જૂમલા હતા. ચૂંટણી પહેલા કહ્યું હતું. એટલે એમના વિરુદ્ધ લડશે. ઉપરાંત શિવસેના સાંસદ અરવિંદ સાવંતે કહ્યું કે, અમે સરકારના દુશ્મન નથી.
