નવી દિલ્હી,
દેશની ટોચની તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (CBI)માં નંબર ૧ અને નંબર ૨ વચ્ચે ચાલી રહેલા ભૂકંપ બાદ હવે મોદી સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે.

રાકેશ અસ્થાના પર લાગેલા લાંચ કેસના આરોપો બાદ CBIના ટોચના બે અધિકારીઓ આલોક વર્મા અને રાકેશ અસ્થાનાને રજા પર મોકલી આપવામાં આવ્યા છે અને આ જાસૂસ એજન્સીની જવાબદારી વચગાળાના ડાયરેક્ટર નાગેશ્વર રાવને આપવામાં આવી છે.
There will be no movement of officials or files at CBI Director's office and CBI Special Director Rakesh Asthana's office till 2 pm today: CBI sources
— ANI (@ANI) October 24, 2018
“ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ”માં એક આદેશ અનુસાર CBI ડાયરેક્ટર પદની તમામ ડ્યુટી અને કાર્યભાર તત્કાલ પ્રભાવથી હવે નાગેશ્વર રાવ સંભાળશે.
નાગેશ્વર રાવે બુધવાર સવારથી જ પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે. જો કે તેઓએ આ પદ સંભાળવાની સાથે જ એક્શન લેવાની પણ શરુ કરી દીધું છે.

બુધવાર સવારે જ CBIના હેડક્વાર્ટરમાં ૧૦માં અને ૧૧માં ફ્લોર પર સ્થિત આલોક વર્મા અને રાકેશ અસ્થાનાની ઓફિસ સીલ કરવામાં આવી છે.
આ ઉપરાંત CBIમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. અરુણ શર્માને JD એન્ટી કરપ્શન હેડક્વાર્ટરમાંથી હટાવવામાં આવ્યા છે. તેમજ AC ૩ના DIG મનીષ સિન્હાને પણ પોતાના પદ પરથી હટાવવામાં આવ્યા છે. જયારે CBI દ્વારા રાકેશ અસ્થાનાના મામલાને ફાસ્ટટ્રેક ઇન્વેસ્ટીગેશનમાં મોકલવામાં આવ્યો છે.
નિર્ણયની વિરુધ સુપ્રીમ કોર્ટમાં જશે પ્રશાંત ભૂષણ
Breaking! As feared&suspected, the govt has removed the Director CBI from his charge, because he was pursuing corrupt Spl Director Rakesh Asthana who was foisted on CBI by PMO despite his being investigated by the CBI itself in corruption cases.Totally illegal. Will be Challenged pic.twitter.com/KyZgEUBpyF
— Prashant Bhushan (@pbhushan1) October 24, 2018
બીજી બાજુ મોદી સરકાર તરફથી જયારે આલોક વર્મા અને રાકેશ અસ્થાનાને છુટ્ટી પર મોકલવાનો નિર્ણય કરવામાં આવવાની સાથે જ વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ દ્વારા સરકાર પર હુમલો બોલવામાં આવ્યો છે.
તેઓએ જણાવ્યું હતું કે, આલોક વર્માને હટાવવા એ ગેરકાનૂની છે, જેથી તેઓ આ નિર્ણયની વિરુધ સુપ્રીમ કોર્ટમાં પીટીશન દાખલ કરશે.
શું છે આ મામલો ?
હૈદરાબાદના બિઝનેશમેન સતીશ બાબૂ સનાની ફરિયાદના આધારે CBIના બીજા નંબરના ટૉચના અધિકારી રાકેશ અસ્થાના વિરૂદ્ધ નોંધવામાં આવેલી એફઆઈઆરમાં દાવો કરવામાં આવ્યો છે કે, તેમણે સીબીઆઈ સ્પેશિયલ ડાયરેક્ટરને ગત વર્ષે લગભગ ૩ કરોડ રૂપિયા આપ્યા હતાં.
અસ્થાના પર આરોપ છે કે, તે માંસના વ્યાપારી મોઈન કુરેશી વિરૂદ્ધ એક કેસની તપાસ કરી રહ્યાં હતાં, તેની પાસેથી તેમણે લાંચ લીધી હતી.
જો કે ત્યારબાદ હૈદરાબાદના બિઝનેસમેન સતીશ બાબૂ સનાની ફરિયાદના આધારે CBIના બીજા નંબરના ટૉચના અધિકારી રાકેશ અસ્થાના વિરૂદ્ધ નોંધવામાં આવેલી FIR બાદ તેઓએ દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો અને FIR રદ્દ કરવાની માંગ કરી હતી, પરંતુ મંગળવારે હાઈકોર્ટ દ્વારા રાકેશ અસ્થાનાની FIR રદ્દ કરવાની માંગને ફગાવવામાં આવી હતી.
