Not Set/ ભૂજવાસીઓ થઇ જાવ સાવધાન હવે જો કર્યું દબાણ તો ખેર નહીં

ભૂજ, ભૂજમાં વ્યાપક પ્રમાણમાં થયેલા દબાણને કારણે મેઘા દબાણ હટાવ ઝુંબેશ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવશે. આ માટે ભુજમાં ઠેર- ઠેર થયેલા દબાણ હટાવવા માટે સર્વે કામગીરી હાથ ધરાઈ છે. જેમાં તંત્રની વિવિધ ટીમો દ્વારા ભુજિયા તળેટી આસપાસ, ભૂજ  માધાપર રોડ પર સર્વે હાથ ધરાયો છે. અને આગામી દિવસોમાં દબાણકારોને નોટિસ ફટકારીને દબાણ હટાવ ઝુંબેશ […]

Top Stories Gujarat Others

ભૂજ,

ભૂજમાં વ્યાપક પ્રમાણમાં થયેલા દબાણને કારણે મેઘા દબાણ હટાવ ઝુંબેશ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવશે. આ માટે ભુજમાં ઠેર- ઠેર થયેલા દબાણ હટાવવા માટે સર્વે કામગીરી હાથ ધરાઈ છે.

જેમાં તંત્રની વિવિધ ટીમો દ્વારા ભુજિયા તળેટી આસપાસ, ભૂજ  માધાપર રોડ પર સર્વે હાથ ધરાયો છે. અને આગામી દિવસોમાં દબાણકારોને નોટિસ ફટકારીને દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાશે.

જિલ્લા કલેકટર કચેરીના દબાણ શાખાના નાયબ મામલતદાર અતુલભાઈ ગોરે જણાવ્યા પ્રમાણે જિલ્લા કલેકટર રેમ્યા મોહનની સુચનાથી તેમજ ભૂજના પ્રાંત અધિકારી આર.જે. જાડેજાના માર્ગદર્શન તળે દબાણનું સર્વે કાર્ય આરંભાયું છે.

જેમાં મંગળવારે ભુજિયા તળેટી આસપાસના વિસ્તારમાં તેમજ ભુજિયા રીંગરોડ આસપાસ થયેલા દબાણનો સર્વે કરાયો હતો. ઉપરાંત તંત્રની ટીમે આત્મારામ સર્કલથી નળવાળા સર્કલ સુધીના વિસ્તારમાં સર્વે કામગીરી હાથ ધરી હતી.

આ કામગીરીમાં જિલ્લા કલેકટર કચેરીની દબાણ શાખા, નગરપાલિકા, સિટી સર્વે, માર્ગ અને મકાન વિભાગ, પીજીવીસીએલ, મામલતદાર કચેરી, પોલીસ સહિતની ટીમો જોડાઈ છે.