અમન
જોર્ડનમાં મુશળધાર વરસાદના પગલે પૂરની સ્થિતિ ઉભી થઇ છે. પશ્ચિમ ક્ષેત્રમાં ડેડ સી (મૃત સાગર)ની પાસે અંદાજિત બાળકો સહિત ૨૧ લોકોના મોત થયા અને 35 ઈજાગ્રસ્ત થયા છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે મૃતક બાળકો મોટાભાગે સ્કુલના વિદ્યાર્થીઓ હતા તેઓ અહી સ્કુલની ટ્રીપ માટે આવ્યા હતા. સ્કુલ ટ્રીપ માટે આવેલી આખી બસ પૂરના પાણીમાં વહી ગઈ હતી. આ બાળકો જોર્ડનની રાજધાની અમનની સ્કુલના વિદ્યાર્થીઓ હતા.

જોર્ડનના નાગરિક રક્ષા વિભાગે આ જાણકારી આપી છે. તેમણે કહ્યું છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે, કારણ કે ઘણાં લોકો ગુમ છે.
![A child survivor is helped as residents and relatives gather outside a hospital near the Dead Sea [Muhammad Hamed/Reuters]](https://www.aljazeera.com/mritems/imagecache/mbdxxlarge/mritems/Images/2018/10/25/5215fd00f9a2451499685930221b09a7_18.jpg)
ઘાયલ થયેલા વિદ્યાર્થીઓને હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અલ-બશીર-પબ્લિક હોસ્પીટલના ડોકટરે જણાવ્યું હતું કે ઘાયલ થેયલા વિદ્યાર્થીઓના મોટા ભાગે હાડકા તૂટી ગયા છે ઘણાયને ગંભીર ઈજા પહોચી છે.
નાગરિક રક્ષા વિભાગે કહ્યું કે, તે અત્યાર સુધી બસમાંથી દશ સ્ટુડન્ટ્સને જ બચાવવામાં સફળ રહ્યા છે અને વિભાગે સંકેત આપ્યા છે કે, મૂશળાધાર વરસાદ યથાવત રહી શકે છે.

હજુ સુધી એ બહાર પાડવામાં નથી આવ્યું કે, તમામ મૃતકોની ગણના કરવામાં આવી છે કે નહીં જોર્ડન શિક્ષા મંત્રાલયે સંકેત આપ્યો છે કે, તેઓ આ મામલાની તપાસ કરી રહ્યા છે કે, સ્કૂલ બસને ખરાબ હવામાનના કારણે યાત્રાની પરવાનગી ન હતી છતાં બસ આ વિસ્તારમાં કેવી રીતે પહોંચી ગઈ.
આ દુર્ઘટના મામલે જોર્ડનના કિંગ અબ્દુલ્લાએ શુક્રવારે ટ્વીટ કર્યું હતું.
حزني وألمي شديد وكبير، ولا يوازيه إلا غضبي على كل من قصر في اتخاذ الإجراءات التي كان من الممكن أن تمنع وقوع هذه الحادثة الأليمة. أعزي نفسي وأعزي الأردن بفقدان أفراد من أهلي وأسرتي الكبيرة، فمصاب كل أب وأم وأسرة هو مصابي. إنا لله وإنا إليه راجعون
— عبدالله بن الحسين (@KingAbdullahII) October 26, 2018
તેમણે કહ્યું છે કે આ દુર્ઘટનાન એલીધે હું ઘણો ઉદાસ છુ. મને ગુસ્સો એ વાતનો આવે છે કે આ દુર્ઘટનાને રોકી શકાય તેમન હતી તેમ છતાં શા માટે કોઈ યોગ્ય પગલા લેવામાં ન આવ્યા ?
મારા વિશાળ કુટુંબમાંથી વ્યક્તિ ગુમાવવાનું મને ઘણું દુઃખ છે. જે દુઃખ મૃતકના પરિવારને થઇ રહ્યું છે તે જ દુઃખ હું અનુભવી રહ્યો છુ.
