Not Set/ પ્રિયંકા-નિકના લગ્ન: નહીં ટકરાય દીપિકા-રણવીરની રિસેપ્શન પાર્ટી…

મુંબઈ, હાલ બોલિવૂડમાં સૌથી વધુ ચર્ચાનો વિષય છે તો એ છે મોટા સ્ટાર્સના લગ્ન. દીપિકા અને રણવીર સિંહ તેમના લગ્નની ઓફિસયલ જાહેરાત કરી દીધી છે. આ સિવાય પ્રિયંકા ચોપરા અને નિક જોનસના લગ્નની ચર્ચા પણ છવાયેલી છે. પ્રિયંકાના લગ્ન અને દીપિકાના લગ્નના રિસેપ્શન પાર્ટીની ટક્કર થવાના ન્યુઝ પણ મળી રહ્યા છે. પરતું તાજેતરના રિપોર્ટ્સનું માનવામાં […]

Trending Entertainment

મુંબઈ,

હાલ બોલિવૂડમાં સૌથી વધુ ચર્ચાનો વિષય છે તો એ છે મોટા સ્ટાર્સના લગ્ન. દીપિકા અને રણવીર સિંહ તેમના લગ્નની ઓફિસયલ જાહેરાત કરી દીધી છે. આ સિવાય પ્રિયંકા ચોપરા અને નિક જોનસના લગ્નની ચર્ચા પણ છવાયેલી છે. પ્રિયંકાના લગ્ન અને દીપિકાના લગ્નના રિસેપ્શન પાર્ટીની ટક્કર થવાના ન્યુઝ પણ મળી રહ્યા છે. પરતું તાજેતરના રિપોર્ટ્સનું માનવામાં આવે તો આ અનુમાન પર પૂર્ણ વિરામ લાગતું જોવા મળી રહ્યું છે.

Related image

14-15 નવેમ્બરે દીપિકા-રણવીરના લગ્ન ઇન્ડિયામાં બે રિસેપ્શન રાખવામાં આવશે. તેમાં એક મુંબઈમાં 21 નવેમ્બરે આયોજન કરવામાં આવશે અને બીજું દીપિકાના હોમ ટાઉન બેંગ્લોરમાં 28 નવેમ્બર રાખવામાં આવશે. પહેલા આ રિસેપ્શન પાર્ટી 1 નવેમ્બરે હોવાના અહેવાલ મળી રહ્યા હતા. તો સુત્રોના કહેવા મુજબ પ્રિયંકા અમે નિકના લગ્ન બંને રિસેપ્શન પૂર્ણ થયા પછી કરવામાં આવશે. બંનેના લગ્ન જોધપુરના ઉમૈદ ભવન પેલેસમાં 30 નવેમ્બરથી લઈએ 1 ડીસેમ્બર સુધી રાખવામાં આવશે.

Image result for deepika padukone ranveer singh priyanka chopra nick jonas

21 ઓક્ટોબરે દીપિકા અને રણવીર સિંહે સોશિયલ મીડિયામાં તેમના લગ્નનું કાર્ડ શેર કરની તેમના લગ્નની ડેટ જાહેર કરી હતી. આ પછીથી જ બંને બધી બાજુથી શુભેચ્છાઓ મળવા લાગી છે. રિપોર્ટ્સ પ્રમાણે  બંને લેક કોમો ઇટલીના આલિશાન વિલા ડેલ બાલબિયાનેલોમાં લગ્ન કરી શકે છે.

Related image

આપને જણાવી દઈએ કે બંનેના લગ્નમાં 30 મહેમાનો શામિલ થવાના ન્યુઝ મળી રહ્યા છે. મેરેજમાં માત્ર પરિવારજનો અને નિકટના મિત્રો જ હાજર રહેશે.