Not Set/ જંગલ ખાતાની પોલ ખોલ: જંગલ વિસ્તારમાં મોટા પ્રમાણમાં જંગલી લાકડાની તસ્કરી, વિડીયો વાયરલ

અમરેલી, જંગલ વિસ્તારમાં મોટા પ્રમાણમાં જંગલી લાકડાની તસ્કરી થતી હોવાનો એક વિડીયો સોશ્યલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. વિડીયોમાં જંગલમાંથી લાકડાઓ ભરી લઇ જતુ ટ્રેકટર દેખાઈ રહ્યું છે. આ ટ્રેક્ટરમાં મોટા પ્રમાણમાં જંગલમાંથી કાપીને લાવેલા લાકડા ભરેલા દેખાઈ રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે, તુલસી શ્યામ રેન્જના રાબારીક વિસ્તારનો વિડીયો હોવાનું અનુમાન લગાવવામાં આવી […]

Top Stories Gujarat Others Videos

અમરેલી,

જંગલ વિસ્તારમાં મોટા પ્રમાણમાં જંગલી લાકડાની તસ્કરી થતી હોવાનો એક વિડીયો સોશ્યલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. વિડીયોમાં જંગલમાંથી લાકડાઓ ભરી લઇ જતુ ટ્રેકટર દેખાઈ રહ્યું છે. આ ટ્રેક્ટરમાં મોટા પ્રમાણમાં જંગલમાંથી કાપીને લાવેલા લાકડા ભરેલા દેખાઈ રહ્યા છે.

મળતી માહિતી પ્રમાણે, તુલસી શ્યામ રેન્જના રાબારીક વિસ્તારનો વિડીયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ ટ્રેક્ટરમાં ગેર કાયદેસર લાકડા લઈ જવામાં આવતાનું લોકોનું કહેવું છે.

સોશ્યલ મીડિયામાં થઈ રહેલા વાયરલ વિડીયોએ જંગલ ખાતાની પોલ ખોલી નાખી છે. લોકોનું કહેવું છે કે, જંગલ ખાતાની વોચ વચ્ચે કઇ રીતે તસ્કરી? થાય છે. સામન્ય રકમ માટે લાકડાઓ લઇ જવા દેવામાં આવી રહ્યા છે?. આ વિડીયોની યોગ્ય તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવી શકે છે.