Not Set/ અમદાવાદ : ફૂડ ચેન સંકલ્પ ગ્રુપ સહીત અન્ય એકમો પર આઇટીના દરોડા

અમદાવાદ શહેરમાં રેસ્ટોરન્ટ અને રિયલ એસ્ટેટ બિઝનેસ ધરાવતા સંકલ્પ ગ્રુપ સહિત અન્ય એકમો પર ઈન્કમટેક્ષ વિભાગે દરોડા પાડ્યા છે. ગુજરાતના જાણીતા અને મોટી ફૂડ ચેઈન ધરાવતા સંકલ્પ ગ્રુપના 17 જેટલા સ્થળોએ IT વિભાગે સામુહિક દરોડા પાડીને સપાટો બોલાવ્યો છે. સંકલ્પ ગ્રુપ જાણીતી રેસ્ટોરેન્ટ અને રિયલ એસ્ટેટ બિઝનેસ સાથે જોડાયેલી છે. પ્રાપ્ત માહિતી અનુસાર 10 જેટલા સ્થળોએ […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદ શહેરમાં રેસ્ટોરન્ટ અને રિયલ એસ્ટેટ બિઝનેસ ધરાવતા સંકલ્પ ગ્રુપ સહિત અન્ય એકમો પર ઈન્કમટેક્ષ વિભાગે દરોડા પાડ્યા છે. ગુજરાતના જાણીતા અને મોટી ફૂડ ચેઈન ધરાવતા સંકલ્પ ગ્રુપના 17 જેટલા સ્થળોએ IT વિભાગે સામુહિક દરોડા પાડીને સપાટો બોલાવ્યો છે.

સંકલ્પ ગ્રુપ જાણીતી રેસ્ટોરેન્ટ અને રિયલ એસ્ટેટ બિઝનેસ સાથે જોડાયેલી છે. પ્રાપ્ત માહિતી અનુસાર 10 જેટલા સ્થળોએ રેડની કામગીરી ચાલી રહી છે. જ્યારે અન્ય 7 સ્થળો પર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

નાણાંકીય ગરબડ થવાની આશંકાએ ઈન્કમટેક્ષ વિભાગના 50 જેટલા અધિકારીઓએ સામુહિક દરોડા કાર્યવાહી હાથ ધરી છે.

સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે IT વિભાગે રેસ્ટોરેન્ટ અને રિયલ એસ્ટેટ બિઝનેસ આ બંને સાથે જોડાયેલા હોય તેવા અન્ય ગ્રુપની ઓફિસ રહેઠાણ અને ધંધાના સ્થળે રેડ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.